Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જામનગર: નાઘેડી ગામમાં બેન્ક અને એટીમમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ

જામનગર: નાઘેડી ગામમાં બેન્ક અને એટીમમાંથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ
, ગુરુવાર, 30 જાન્યુઆરી 2020 (11:15 IST)
બેંકમાં ચોરીની ઘટના સમયે સાયરન વાગતા ગ્રામજનો જાગ્યા અને તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા 
જામનગર શહેર નજીક આવેલા નાઘેડી ગામમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની લાખાબાવળ શાખામાં બેન્ક અને એટીએમમાં ચોરી કરવાના ઇરાદે ચાર જેટલા બુકાનીધારી શખસો મોડી રાતે ત્રાટક્યા હતા. પરંતુ મોટી ચોરીને અંજામ આપે તે પહેલાં બેન્કનું સાયરન વાગતાની સાથે આસપાસના ગ્રામજનો જાગી ગયા અને ગ્રામજનોની જાગૃતતાના કારણે ચોરી કરવા આવેલા બુકાનીધારીઓ ઉભી પુછડીએ ભાગ્યા હતા. ગ્રામજનોની જાગૃતતાથી બેન્કમાંથી મોટી રકમની ચોરીની ઘટના અટકી ગઇ હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત ચોરીની આ પ્રકારે વધતી ઘટનાઓને લઇને ગ્રામજનોમાં ભયનો માહોલ છે.
 
નાઘેડી ગામની ભાગોળે આવેલી સેન્ટ્ર બેન્ક ઓફ ઇન્ડિયાની લાખાબાવળ બ્રાન્ચમાં અગાઉથી જ રેકી કરી હોય તે મુજબ ચાર જેટલા બુકાનીધારી શકશો મોડી રાત્રે બેન્ક અને એટીએમમાંથી ચોરી કરવાના ઇરાદે બેન્કમાં ઘૂસ્યા હતા. તસ્કરો દ્વારા સૌપ્રથમ બેન્કના પટાંગણમાં રહેલ સીસીટીવી કેમેરાઓ ઉપર પગમાં પહેરવાનાં મોજાં પહેરાવીને સીસીટીવીને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બેન્કની શાખાનો લોખંડવાલા શટરના તાળા તોડી બેન્કની અંદર પ્રવેશ કર્યો હતો. ચોરીની ઘટનામાં કોઈ રોકડ રકમ ગઇ ન હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ એટીએમ મશીનને તસ્કરોએ કટર વડે તોડીને બેન્કનું લાખોનું નુકસાન કર્યું હતું..
webdunia
જ્યારે ચાર જેટલા શખ્સોમાંથી અન્ય ચોરોએ બાજુમાં રહેલ એટીએમમાંથી પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો અને તે માટે કટર મશીન વડે એટીએમને સંપૂર્ણપણે તોડી નાખ્યું હતું. પરંતુ જ્યારે બેન્કની શાખા અને એટીએમમાંથી ચોરી કરવાની તજવીજ ચાલી રહી હતી, એ જ દરમિયાન અચાનક ચોરની ગફલતથી બેંકનું સાઇરન જોરથી વાગ્યું અને આસપાસના ગ્રામજનો જાગી ગયા હતા. જેથી ગ્રામજનોએ સાયરન સાંભળતાની સાથે જ ઘરની બહાર નીકળ્યા અને બેન્ક પાસે પહોંચવાનો પ્રયાસ કરતા ચાર જેટલા બુકાનીધારી શખ્સો ભયના મારે તાત્કાલિક એક પણ રૂપિયાની ચોરી કર્યા વગર જ ઉભી પૂંછડીએ બેન્કમાંથી ભાગી ગયા હતા. રાત્રીના સમયે બેંક આસપાસના વિસ્તારોમાં રીતસરની નાસભાગ મચી હતી.
 
જોકે ચોરીની આ ઘટના અંગે ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને પોલીસ કાફલો મોડી રાત્રે જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બેન્કની અંદર અને ટીમમાં તપાસ કરી આ ઉપરાંત બેંકની અંદર રહેલા સીસીટીવીમાં પણ ચારે બુકાની ધારી શકશો કેદ થઈ ગયા હતા. જેથી આ સીસીટીવી ફૂટેજના આધારે હાલ પોલીસે ચારેય તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી છે. જોકે પોલીસ દ્વારા બેન્ક પાસે કોઈ પણ જાતની ખાનગી સિક્યુરિટી પણ બેન્ક સંચાલકો દ્વારા તકેદારીના ભાગરૂપે રાખવામાં ન આવી હોવાની વાત જણાવી હતી. 
 
નાઘેડી ગામના ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ નાઘેડી સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક વર્ષમાં 15 થી વધુ ચોરી ની ઘટનાઓ બની છે. ઘણી વખત ચોર આ વિસ્તારમાં આવે છે તો લોકો ઉપર પથરાવ અને અન્ય હથિયારો વડે હુમલો પણ કરે છે જેને લઈને ભયનો માહોલ છે. છતાં પણ પોલીસ દ્વારા અહીં રાત્રે પેટ્રોલીંગ કરવામાં આવતું નથી કે ન તો આ ચોર ઉપર કોઈ લગામ લગાવવામાં આવી રહી છે. જેના કારણે તસ્કરો અવારનવાર આ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કામની વાત : વોટ્સએપ અને વીમા પૉલિસીથી લઈને એલપીજી સુધી, આ પાંચ નિયમો 1 ફેબ્રુઆરીથી બદલાઇ રહ્યા છે.