Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગ:વીડિયો વાઇરલ થતાં ડીને તપાસના આદેશ આપ્યા

સુરતની સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગ:વીડિયો વાઇરલ થતાં ડીને તપાસના આદેશ આપ્યા
, મંગળવાર, 22 માર્ચ 2022 (15:48 IST)
સુરતમાં પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે. ઓર્થોપેડિકના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે 2 જુનિયરને અડધો કલાક દોડાવ્યા હતા. આ અંગેનો વીડિયો ડીન અને એચઓડીએ જોતાં તપાસ શરૂ કરી હતી. બીજીતરફ સિનિયર રેસિડન્ટ ડોક્ટરે ટ્રેનિંગ હોવાનું કહ્યું હતું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્મિમેરના કેઝ્યુલિટી વિભાગની બહાર શનિવારે રાત્રે 10થી 11 વચ્ચે આ ઘટના બની હતી. જેમાં એક ડોક્ટર કેઝ્યુલિટીથી લઇ મુખ્ય કેસબારી અને ત્યાંથી પહેલા માળ સુધી અડધો કલાક દોડી રહ્યો હતો. જોકે, આશ્ચર્ય વચ્ચે સિનિયર ડોક્ટરે આને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્ક ગણાવ્યું હતું. કોલેજના ડીન ડો દીપક હોવલેએ કહ્યું હતું કે આ ખોટું છે. આ મામલે ઈન્કવાયરી કરાશે.સ્મિમેર હોસ્પિટલના ડીન ડો. દિપક હોવલેએ જણાવ્યું કે, તપાસ સમિતિની અંદર પાંચ વિભાગના વડાઓને લેવામાં આવ્યા છે.

ફોરેન્સિક મેડિસિન, એનોટોનીક વિભાગ, રેડિયોલોજી, સાયક્રેટીક અને સર્જરી વિભાગના વડાઓ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહ્યા છે. આજે સવારે જ તમામ વિભાગોના જેવો છે તેમની સાથે વિસ્તૃત બેઠક પણ કરવામાં આવી હતી તેમજ આ કેસ સાથે સંકળાયેલા ડોક્ટર્સ અને આ ઘટના જોનારા કર્મચારીઓના સાથે પણ વાતચીત કરી હતી. જે રીતે તેમને દોડાવવામાં આવ્યા છે તે કોઈપણ પ્રકારની ટ્રેનિંગનો ભાગ ક્યારેય હોતો નથી. કોઈ સજાના ભાગરૂપે તેમને દોડાવવામાં આવ્યા છે કે તેમની સાથે રેગિંગના હેતુથી તેમને હેરાન કરવાની માનસિકતા સાથે દોડાવવામાં આવ્યા હોય તો તે ખોટું છે. અમે તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે અને તપાસ કર્યા બાદ એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.સ્મિમેર હોસ્પિટલમાં દોડતાં એક રેસિડેન્ટ ડોક્ટરને જોઈ આવતાં-જતાં લોકો આશ્રર્યમાં પડી ગયા હતા. દોડીને આવતો રેસિડેન્ટ ડોક્ટર તાત્કાલિક સારવાર વિભાગની બહાર એટીએમ સામે બાંકડા પર બેસેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટર પાસે આવતો હતો અને ફરી દોડવા માંડતો હતો. જે પ્રક્રિયા અડધો કલાક જેવી ચાલી હતી. દોડતાં રેસિડેન્ટ ડોક્ટરને હાંફ પણ ચડી ગયો હતો અને પરસેવાથી રેબઝેબ પણ થઈ ગયો હતો.વાઈરલ થયેલા વીડિયોને જોઈને અધિકારી સહિતનો સ્ટાફ ચોંકી ગયો હતો. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો જુનિયર ડોક્ટરને સારવાર માટે આવેલા દર્દી, તેમના સંબંધી તેમજ સ્ટાફ સામે અપમાનિત કરી રહ્યા હતા. આર્થોપેડિક વિભાગના ત્રણ રેસિડેન્ટ ડોક્ટરો તેમના વિભાગના એક જુનિયર રેસિડેન્ટને હેરાન કરતા હતા. આ ઉપરાંત અન્ય એક જુનિયર ડોક્ટર સાથે પણ સિનિયર અભદ્ર વ્યવહાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.આ રીતની સજા કરનાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ તેને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્કનો ભાગ ગણાવ્યો હતો. જ્યારે બીજી તરફ સ્મીમેરના આ ત્રણ સિનિયર ડોક્ટરોએ બે જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હોવાથી સ્મિમેર ખાતે ચકચાર મચી ગઈ હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

World Water Day 2022 : પાણીનુ દરેક ટીપું છે કિમતી.... આ રીતે કરો બચાવ