Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન હવે ભાજપના થયાં, કોંગ્રેસના અન્ય નેતાઓ પણ પક્ષ છોડી શકે છે

કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો સહન કરવો પડ્યો છે. ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય હવે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયાં છે. આ દરમિયાન તેઓ ઉંઝાથી પોતાના કાર્યકરોના
, શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (13:34 IST)
ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો સહન કરવો પડ્યો છે. ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય હવે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ ગયાં છે. આ દરમિયાન તેઓ ઉંઝાથી પોતાના કાર્યકરોના 100 કારના કાફલા સાથે પાટણ પહોંચ્યા હતા. પાટણમાં ભાજપમાં જોડાવવા માટે પહોંચેલા આશાબહેનનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આશાબહેને કહ્યું કે હું ભાજપના સામાન્ય કાર્યકરની માફક ભાજપમાં જોડાઇ રહી છું. ભાજપ જે કહેશે તે રીતે કામ કરીશ. આશાબહેનની સાથે તેના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપનો અસંતોષ વધુ વકરે તે પહેલા ભાજપનાં રણનીતિકારો ડો.આશાબહેનને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે બેસાડી, તેમના એક ટેકેદારને ઊંઝા માર્કેટયાર્ડ અને બીજા ટેકેદારને ઊંઝા બેઠક પર આવી રહેલી પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ આપવામાં આવે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં ઠંડા પવનને કારણે તાપમાન ઘટ્યું, હજી બે દિવસ કોલ્ડ વેવ