Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ઢોર પકડવા જતી AMCની ટીમો ઉપર 55 દિવસમાં 24 જેટલા હુમલાઓ થયા

24 attacks took place in 55 days on AMC teams
, શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (13:19 IST)
24 attacks took place in 55 days on AMC teams
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 સપ્ટેમ્બરથી શહેરમાં રખડતા ઢોરને પકડવાની સઘન કામગીરી કરવામાં આવે છે. જોકે, છેલ્લા 55 દિવસમાં ઢોર પકડવા જતી મ્યુનિસિપલ કોર્પોરેશનની CNCD વિભાગની ટીમ ઉપર હુમલાની 24 ઘટનાઓ બની છે. હથિયારો સાથે હુમલો કરી ઢોરને છોડાવી જવાની ઘટનામાં અડચણરૂપ બનનારા આવા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

શહેરના તમામ 7 ઝોનમાં ઢોર પકડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચે છે. જે દરમિયાન તેમની સાથે પશુમાલિકોનું ઘર્ષણ થતાં કામગીરીમાં અડચણ ઊભી કરવામાં આવે છે. નિકોલ, વટવા, અસ્લાલી પોલીસ મથકમાં 3-3 ફરિયાદ, બોડકદેવ, ખોખરા અને નારોલ વિસ્તારમાં 2-2 ફરિયાદ જ્યારે રામોલ, વટવા જીઆઇડીસી, ઓઢવ, સોલા હાઇકોર્ટ, નારણપુરા, ચાંદખેડા, કૃષ્ણનગર, રાણીપ અને સાબરમતી વિસ્તારમાં 1-1 પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું CNDC વિભાગ સક્રિય થયું છે. છેલ્લા એક મહિનાથી 50થી ઓછા રખડતા પશુઓ પકડવામાં આવતા હતા. આજે શહેરના વિવિધ વિસ્તારમાં રખડતા 136 જેટલા પશુઓને પકડ્યા છે. જ્યારે 18160 કિલો જેટલો ઘાસચારાનો જથ્થો પણ જપ્ત કર્યો છે. શહેરના પૂર્વઝોનમાં સૌથી વધારે 56 પશુઓ પકડ્યા છે. ઉ.પશ્ચિમઝોનમાં 18, ઉત્તરઝોનમાં 17, મધ્ય અને દક્ષિણ ઝોનમાં 14, પશ્ચિમઝોનમાં 11 અને દ.પશ્ચિમઝોનમાં 6 જેટલા રખડતા પશુઓ પકડાયા છે. ચાલુ મહિનામાં પણ મ્યુનિ. દ્વારા કલુ 1441 જેટલા પશુઓને પકડ્યા છે. જેમાં 225 જેટલા પશુમાલિકો 12 લાખનો દંડ ભરીને તેમના પશુઓનો છોડાવી ગયા છે. જ્યારે અડચણરૂપ બનનાર 46 જેટલા પશુ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુન્દ્રા પોર્ટ પરથી DRIએ ઝડપી અંદાજિત 4 કરોડની સોપારીનો જથ્થો પકડ્યો