Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તબીબોની 2000થી વધુ કલાકોની મહેનતનું પરિણામ, અંગદાનમાં મળ્યા 200 થી વધુ અંગો

civil hospital
, ગુરુવાર, 2 જૂન 2022 (10:47 IST)
સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના 520 દિવસમાં 67 બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા 210 અંગોથી 187 પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવલ હોસ્પિટલની SOTTOની ટીમના 10 સભ્યોની દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક મહેનત અને અથાગ પરિશ્રમના પરિણામે 210 અંગોના રીટ્રાઇવલમાં અંદાજીત 2000 થી વધુ કલાકોની મહેનતનું આ પરિણામ છે કે આજે 187 વ્યક્તિઓનું જીવન પીડામુક્ત કરવામાં સફળતા મળી છે. 
 
સારવાર દરમિયાન જ્યારે દર્દીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે છે ત્યારે દર્દીને આઇ.સી.યુ. થી રીટ્રાઇવલ સેન્ટર સુધી લઇ જઇ અંગોને રીટ્રાઇવલ કરવાની સમગ્ર પ્રક્રિયામાં 8 થી 10 કલાક જેટલો સમય લાગતો હોય છે. સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં રીટ્રાઇવલ સેન્ટરની શરૂઆત થઇ ત્યારે ક્યારેય વિચાર્યું ન હતું કે અંગદાનનો સેવાયજ્ઞ આટલી ઝડપે વેગવંગો બનશે. 
 
આજે સરકાર અને સમાજના સહિયારા પ્રયાસોના પરિણામે જ આ સફળતા મળી છે. આગામી સમયમાં આ સિધ્ધિને વધુ જવલંત બનાવીને વધુમાં વધુ લોકોને નવજીવન આપવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર કટિબધ્ધ છે. અંગદાતાઓ દ્વારા અંગદાનમાં મળેલા અંગોની વિગત જોઇએ તો અત્યાર સુધીમાં 108 કિડની, 57 લીવર, 7 સ્વાદુપિંડ, 14 હ્યદય, 6 હાથ અને 9 ફેફસાનું દાન મળ્યું છે. જેને વર્ષોથી અંગોની ખોડખાંપણથી પીડિત દર્દીઓનું જીવન બદલ્યું છે. 
 
67માં અંગદાનની વિગત જોઇએ તો મહેસાણા જીલ્લાના 33 વર્ષીય મુકેશભાઇ પરમારને હેમ્રરેજ થતા તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવતા બે કિડનીનું દાન મળ્યું છે. તેમજ 66માં અંગદાનમાં અમદાવાદના ખેંગારસિંહ રાઠોડને માર્ગઅકસ્માત થતા તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી પરંતુ જ્યારે તેમને રીટ્રાઇવલ માટે સેન્ટરમાં લઇ જવામાં આવ્યા તે સમયે સર્જીકલ કારણોસર અંગોનું રીટ્રાઇવલ થઇ શક્યું નહીં. 
 
જ્યારે 65 માં અંગદાનની વિગતમાં 26 વર્ષના મેધાબેનને પણ બ્રેઇનહેમરેજ થતા પરિવારજનોની અંગદાન માટેની સંમતિ બાદ હ્યદય, બંને કિડની, લીવર, અને બંને હાથનું દાન મળ્યું. જેમાં હાથને ચેન્નાઇની હોસ્પિટલ અને હ્યદયને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું. જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની આઇ.કે.ડી.આર.સી. હોસ્પિટલમાં દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈ એરપોર્ટ પર Salman Khan કર્યું ખરાબ વર્તન, ગિફ્ટ લઈને આવેલા ફેન સાથે કર્યું કંઈક આવું