Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શહીદ જવાન આરીફ પઠાણની આજે અંતિમયાત્રા નિકળશે, યુસુફ પઠાણે આપી શ્રદ્ધાંજલિ

શહીદ જવાન આરીફ પઠાણની આજે અંતિમયાત્રા નિકળશે, યુસુફ પઠાણે આપી શ્રદ્ધાંજલિ
, બુધવાર, 24 જુલાઈ 2019 (12:22 IST)
વડોદરા: જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના જવાન મહંમદ આરીફ પઠાણના પાર્થિવ દેહની આજે અંતિમયાત્રા નવાયાર્ડ સ્થિત રોશન નગરના નિવાસસ્થાનેથી નિકળશે. બપોરે દોઢ વાગે નવાયાર્ડ મસ્જિદમાં નમાઝ અદા કરાશે ત્યારબાદ બપોરે 2 વાગે નવાયાર્ડથી ગોરવા કબ્રસ્તાન સુધી અંતિમયાત્રા જશે. 
 
નવાયાર્ડ વિસ્તારમાં શહીદની અંતિમયાત્રા દોઢ કિલોમીટર ફરશે. ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ અને તેમના પિતા મહેબુબ ખાન પઠાણ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આરીફને શ્રધ્ધાંજલી આપી હતી. 
 
સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે આરિફ પઠાણના પાર્થિવ દેહની દફનવિધિ થવાની છે. જમ્મુ–કશ્મીરમાં શહીદ થયેલા નવાયાર્ડના આરીફ પઠાણના નશ્વર દેહને રાતે 9 વાગ્યે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. આર્મીની ટ્રક પર તિરંગા વચ્ચે શહીદ જવાનના દેહને એરપોર્ટ સંકુલમાં જ ગાર્ડ ઓફ ઓનર માટે લવાયો હતો. 
 
જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા વડોદરાના જવાન મહંમદ આરીફ પઠાણના પાર્થિવ દેહની આજે દફનવિધિ થવાની છે. સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે આરિફ પઠાણના પાર્થિવ દેહની દફનવિધિ થવાની છે. ત્યારે ગઈકાલે જ તેમનો પાર્થિવ દેહ વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ.
 
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રોશનનગર ખાતે રહેતો રેલવે કર્મચારીનો પુત્ર આરિફ પઠાણ કાશ્મીરમાં અખનુર સેક્ટરમાં ફરજ પર હતા. ત્યારે  સોમવારે વહેલી સવારે આતંકવાદીઓની ગોળીબારનો વળતો જવાબ આપતા સમયે ગોળી વાગતા શહીદ થયા હતા.
 
જે-કે ૧૮ રાઇફલ્સમાં ફરજ બજાવતા આરિફની શહીદીના સમાચાર વડોદરામાં પહોંચતા પરિવારના સભ્યો પર આભ તુટી પડયું હતું.આરીફ પોતે સારા સ્નાઇપર બન્યા હતા. વડોદરા આવે ત્યારે યુવકોને ટ્રેનિંગ પણ આપતા હતા. 
 
સૈન્યમાં ફરજ બજાવતો વડોદરાનો એક સપૂત કાશ્મીરમાં શહીદ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં વડોદરા નિવાસી આરીફ પઠાણને ગોળી વાગતા તેઓ શહીદ થયા છે. આરીફ પઠાણ છેલ્લા ચાર વર્ષથી આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવતા હતા. જમ્મુ કાશ્મીર 18 રાયફલ્સના સૈનિક આરીફ પઠાણ ઉધમપુરના અખરુટ સેક્ટરમાં આતંકવાદીઓ સામે લડી રહ્યા હતા ત્યારે તેમને આતંકીઓએ છોડેલી પાંચથી છ ગોળીઓ વાગી હતી. 
 
આર્મી દ્વારા શહીદના પરિવારજનોને ફોન કરીને આરીફ પઠાણ શહીદ થયા હોવાનો મેસેજ આપવામાં આવ્યો હતો. શહીદ આરીફ પઠાણનો પરિવાર વડોદરાના રોશનગર વિસ્તારનો રહેવાસી છે. આરીફના શહીદ થયાના સમાચાર બહાર આવતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં તેમના ઘરે ઉમટી પડ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીતા રબારી બાદ હવે કિંજલ દવે ભાજપમાં જોડાઇ, ફેસબુક પર મુકી આવી પોસ્ટ