Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedbad News - અમદાવાદીઓને મોંઘવારીનો વધુ એક ડામ, AMTS, BRTS બસ ભાડામાં વધારો, જાણો ક્યારથી લાગુ થશે

ahmedabad BRTs
અમદાવાદઃ , ગુરુવાર, 22 જૂન 2023 (18:39 IST)
ahmedabad BRTs
AMTSમા 3 કિમીનું મીનીમમ ભાડુ 5 રૂપિયા અને મેક્સિમમ ભાડુ 30 રૂપિયા કરવામાં આવ્યું
 
અમદાવાદીઓને મોંઘવારીના સમયમાં વધુ એક ભાવ વધારો સહન કરવો પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાન્સપોર્ટેશનનો મહત્ત્વનો ભાગ બની રહેલી AMTS સહિત BRTSના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. AMTS સહિત BRTSના ભાડા મામલે એએમસીના હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠક આજે યોજાઈ હતી. છેલ્લા આઠ વર્ષથી પેન્ડીંગ રહેલા આ મુદ્દાનો આજની બેઠકમાં નિકાલ થયો છે. 
 
માસિક મનપસંદ પાસના 750 થી વધી 1000
AMTS અને BRTSના ભાડાના ભાવ એકસરખા કરવા માટેની વાતો અગાઉ વહેતી થઈ હતી. ત્યારે હવે સત્તાધિશો અને અધિકારીઓની બેઠક બાદ નવા ભાવ વધારાનુ લિસ્ટ સામે આવ્યું છે. નવા ભાવવધારા પ્રમાણે, AMTSમાં મનપસંદ પાસના 35 રૂપિયા હતા તેને વધારીને 45 કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થી પાસના દર મહિને 300 રૂપિયા હતા. તે વધારીને 400 કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છોકરીઓના પાસના દર મહિને 300 રૂપિયા હતા તે વધારીને 350 રૂપિયા કરવામાં આવ્યા છે. 
 
નવું ભાડું આગામી 1લી જુલાઈથી લાગુ કરાશે
જ્યારે મનપસંદ પાસના એક મહિનાના પાસના 750 રૂપિયા હતા, તે વધારીને 1000 કરવામાં આવ્યા છે.બીજી તરફ ત્રિમાસિક પાસના 2 હજાર રૂપિયા હતા તેને વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે મિનિમમ ભાડુ પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈપણ જગ્યાની ટિકિટના ચાર્જ 5, 10, 15, 20, 25 અને 30 રૂપિયા હશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આ નવું ભાડું આગામી 1લી જુલાઈથી લાગુ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું શું થશે? સી.આર પાટીલે આપ્યો મોટો સંકેત