આણંદમાં આકલવ નિકટ માર્ગ અકસ્માત, સાતના મોત છ ઘાયલ

મંગળવાર, 21 મે 2019 (17:42 IST)
ગુજરાતના મધ્યવર્તી જીલ્લા આણંદના આંકલાવ ક્ષેત્રમાં આજે એક માર્ગ અકસ્માતમાં દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા અને છ અન્ય ઘાયલ થઈ ગયા. 
 
પોલીસે જણાવ્યુ કે ગંભીર ચોકડી નિકટ એક ટ્રેલર અને લગભગ એક ડઝન લોકોને લઈ જઈ રહેલ એક પિકઅપ વાન વચ્ચે ટક્કર થઈ ગઈ. આ દુર્ઘટનામાં સાત લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા અને છ અન્ય ઘાયલ થઈ ગયા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદનાં આંકલાવ તાલુકાનાં ગંભીરા ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ટેન્કર અને પિકઅપ વાન વચ્ચે સર્જાયો હતો જેમા 7 જેટલા લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય  2 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બોરસદના સારોલ ગામના રહેવાસી પાદરાના ઉમરાયા ગામેથી નોકરીથી પરત આવી રહ્યાં હતા તે સમય ટ્રેલર સાથે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતા જ લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જોકે 108ની ટીમે તાત્કાલિક મોરચો સંભાળી લીધો હતો અને ગંભીર રીટે ઇજાગ્રસ્ત 10 જેટલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ લોકસભા ચૂંટણી 2019 પરિણામ અને જ્યોતિષ: જાણો કાંગ્રેસના સિતારા, 10 ખાસ વાતોં