Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AMCનું 2023-24નું 9482 કરોડનું બજેટ રજૂ, પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી

AMCનું 2023-24નું 9482 કરોડનું બજેટ રજૂ, પ્રોપર્ટી ટેક્સમાં નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી
, શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2023 (15:22 IST)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું સુધારા સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે સૂચવેલા 8400 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1084 કરોડનો વધારો કરીને અમદાવાદનુ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં ચોરસ મીટર દીઠ રૂ. 7નો વધારો કરવામાં આવ્યો છે. જેમાં કોમર્શિયલ મિલકતમાં ચોરસ મીટર દીઠ રૂ.9નો વધારો કરવામાં આવ્યો છે. તથા પ્રોપર્ટી ટેક્સના રહેણાંકમાં રૂ.20નો વધારો થયો છે. કોમર્શિયલ ટેક્સમાં રૂ. 34નો વધારો કરાયો છે.

પ્રોપર્ટી ટેક્સ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય સ્ત્રોત છે. એડવાન્સ ટેક્સ ચૂકવનારને અગાઉ 10 ટકા રિબેટ આપવામાં આવતુ હતુ, તેના બદલે 12 ટકા રિબેટ આપવામાં આવશે. ઓનલાઈન એડવાન્સ પેમેન્ટ કરનારને વધુ 1 ટકા રિબેટ મળતું હતું. હવે રિબેટ અને ઓનલાઈનનો એમ કુલ 13 ટકા રિબેટ તથા જે કરદાતાએ અગાઉ સળંગ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તેવાને એડવાન્સ ટેક્સ પેટે 14 ટકા રિબેટ તથા એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન કરેતો 1 ટકા વધુ એમ કુલ 15 ટકા રિબેટ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનો અમલ આગામી એપ્રિલ માસની નિર્ધારિત તારીખથી લાગુ પડશે.શહેરમાં ભળેલા નવા વિસ્તારોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવી છે.મિલકત વેરામા નવી જંત્રીનો અમલ 3 વર્ષ સુધી નહી થાય. 3 વર્ષ જૂની જંત્રી મુજબ મિલકત વેરો લેવાશે તે ઉપરાંત એડવાન્સ ટેક્સ ભરનારને 13 ટકા રિબેટ અપાશે. આ બજેટમાં વાહન વેરાના દર યથાવત રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત ઓલિમ્પિક માટે સ્ટેડિયમનું નવિનીકરણ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ માટે 25 કરોડની જોગવાઈ કરાઈ છે.  જ્યારે શહેરમાં ચોમાસામાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે 250 કરોડના ખર્ચે અદ્યતન ટેક્નોલોજી વિકસાવાશે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. શહેરમાં મહિલાઓ માટે દરેક ઝોનમાં યોગા સેન્ટર સ્થાપવાની જોગવાઈ પણ કરાઈ છે. કાઉન્સિલરોના બજેટમાં 10 લાખનો વધારો કરાયો છે. જે અગાઉ 30 લાખ હતું તે 40 લાખ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2017ના કેસમાં જામનગર કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા