Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

ધો 1થી 2ના બાળકોના દફ્તરનું વજન માત્ર દોઢ કિલો સુધી, હોમવર્ક પણ ન આપવાનો આદેશ

ધો 1થી 2ના બાળકોના દફ્તરનું વજન. ભાર વિનાના ભણતરના સિદ્ધાંત
નવી દિલ્હી: , સોમવાર, 26 નવેમ્બર 2018 (10:50 IST)
માતાપિતા માત્ર 2 વર્ષથી જ માસૂમ ભૂલકાઓને શાળામાં મુકી દઈને તેમનુ બાળપણ છીનવી લે છે.  નર્સરીથી જ નાસમજ બાળકો પુસ્તકોનો ભાર વહન કરીને અણગમતા મને શાળામાં જતા થઈ જાય છે. પરંતુ સરકારે હવે આ અંગે પગલા લેવા શરૂ કર્યા છે.  ભાર વિનાના ભણતરના સિદ્ધાંત અન્વયે ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓના દફ્તરનું વજન કેટલું હોવું જોઈએ તેવી સ્પષ્ટતા સાથેનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે.
 
આ પરિપત્રમાં સ્કૂલોને આદેશ આપ્યો છે કે, ધો 1થી 2ના બાળકોના દફ્તરનું વજન માત્ર દોઢ કિલાગ્રોમ જ હોવું જોઈએ. આ ઉપરાંત આ વર્ગના બાળકોને કોઈપણ જાતનું હોમવર્ક આપવું નહીં. MHRD દ્વારા દેશની તમામ સ્કૂલોને પરિપત્રનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
મહત્વનું છે કે, આ પહેલાં પણ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વજનદાર દફ્તર ઉચકવા દેવા નહીં તેવી સુચના અપાઈ હતી. પરંતુ હજુ સ્કૂલો દ્વારા નાના બાળકો ઉપર પણ વધારે પુસ્તકોનું ભારણ નાખવામાં આવતું હોવાથી MHRDએ પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાજમાં શાહજહા અને મુમતાજનો દિદાર હવે થશે મોઘો - 50 વાળા ટિકિટ પર કબર નહી જોઈ શકો