Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં સ્થિતિ ગંભીર, સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય

સુરતમાં સ્થિતિ ગંભીર, સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી બંધ કરવાનો નિર્ણય
, ગુરુવાર, 8 એપ્રિલ 2021 (15:23 IST)
સુરત દક્ષિણ ગુજરાત સાથે સંકળાયેલું મહત્વનું શહેર છે. સોનગઢ, વ્યારા, વાલોડ, માંડવી, બારડોલી, નવસારી, ગણદેવી, બીલીમોરા, અમલસાડ, વાંસદા અને ચીખલીના લોકો નોકરી, ખરીદી કે ધંધા માટે સુરત અવરજવર કરતાં હોય છે. તેમને અપીલ કરવામાં આવે છે કે, હાલમાં અગત્યના કામ સિવાય સુરત આવવું હિતાવહ નથી. અગત્યનું કામ પણ ઇમરજન્સી એટલે કે સારવારનું જ હોય છે.  પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોવિડ  19 સિવાયની તમામ ઓપીડી બંધ કરી દેવામાં આવી છે. ફક્ત ઇમરજન્સી હોય તેવા દર્દીઓની જ તબીબી તપાસ કરવામાં આવી રહી છે.

ખાનગી હોસ્પિટલોમાં પણ કોવિડનું ભારણ વધારે છે. રાજ્ય સરકારે પણ સિવિલમાં કોવિડ સિવાયની તમામ ઓપીડી બંધ કરવાનો મેસેજ સતાધીશોને મોકલી આપ્યો છે. જો તમારા સંબંધી, મિત્રો કે પડોશીઓ અજાણ હોય તો તેમને આ માહિતી પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી કરવામાં આવે છે.
 
સુરત શહેર અને જિલ્લાના તેમજ તાપી જિલ્લા નવસારી જિલ્લા વલસાડ જિલ્લામાંથી સુરત તરફ આવતા લોકો ઇમરજન્સી કામ વગર આવવાનો તારે એ પ્રકારની અપીલ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે જેથી કરીને સુરત શહેરમાં જે પ્રકારનું સંક્રમણ નું પ્રમાણ વધી રહ્યું છે તેને કઈ કંસે અંકુશમાં લાવી શકાય છે. સુરત શહેરમાં આવતા બહારથી અન્ય જિલ્લાના લોકો પણ સંક્રમિત સંક્રમણ નું સંકટ ઊભું કરી શકે છે.તેથી દરેક લોકોએ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી કામ વગર સુરત શહેરમાં આવવા માટે પણ વિનંતી કરવામાં આવી રહી છે.
 
રેસિડેન્ટ ડોકટરોએ પણ રજૂઆત કરી હતી કે ઓપીડીમાં કામનું ભારણ સતત વધી રહ્યું છે તેના કારણે દર્દીઓને સારવાર આપવી પણ મુશ્કેલ થઈ રહી છે એક તરફ કોરોનાંના દર્દીઓમાં મોટાભાગનું કામ સ્ટાફ કામે લાગ્યો છે. બીજી તરફ ઓપીડીમાં સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં રહેતા પરપ્રાંતિયોમાં લોકડાઉનનો ભય, વતન તરફ પ્રયાણ કરવા પડાપડી