રાજ્યભરના જુદા જુદા એસોસિએશન તેમજ યુનિયન સાથે જોડાયેલા અંદાજે 10 હજાર જેટલા તબીબો આંદોલન શરૂ કરશે. GMTA ના તબીબો અમદાવાદ સ્થિત બી.જે.મેડિકલ કોલેજ ખાતે સવારે 9.30 કલાકે કાળીપટ્ટી ધારણ કરી ધરણા યોજી ડીનને આવેદનપત્ર આપશે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન તથા GMERS ના તમામ તબીબી / દંત શિક્ષકો અને ગુજરાતના તમામ સરકારી તબીબોના પડતર પ્રશ્નોની વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતા ફરી આંદોલનનો માર્ગ અપનાવશે.
ગુજરાતના PHC, CHC, ESIS અને તમામ સિવિલ હોસ્પિટલના તમામ સરકારી તબીબો અને દંત તબીબો આંદોલનમાં જોડાશે. પડતર માગ પુરી કરવા અંગે ભૂતકાળમાં સરકારે આપેલા વચન બાદ તેનું અમલીકરણ ના થતા તબીબી શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની OPD માં લાંબી લાઈનો લાગી ગઇ છે. વહેલી સવારે 7 વાગ્યાથી આવેલા દર્દીઓ હજુ પણ પોતાના વારાની રાહ જોઇ રહ્યા છે. રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર ઉતરતા OPD સારવાર પર જોવા મળી રહી છે. સિવિલ હોસ્પિટલની OPD આજે ઇન્ટર્ન ડોક્ટરોના સહારે છે.
પરેશાન થઈ રહેલા દર્દીઓ કહ્યું કે વારંવાર થતી હળતાળથી સમસ્યા થઈ રહી છે. હડતાળ જ કરવી હોય તો બહાર બોર્ડ મારી દે તો અમને સમસ્યા ઓછી થાય. ડોકટરોએ હજુ 4 મહિના પહેલા જ હડતાલ કરી હતી, હવે ફરી હડતાળ કરી છે. અમે દૂર દૂરથી સારવાર માટે આવીએ છીએ, નોકરીમાં રજા મૂકીને આવીએ છીએ, અમારી સમસ્યા કોઈ જોતું જ નથી.