Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાં દરિયાકાંઠે વસતા લોકોની સુરક્ષા માટે BSF અને કોસ્ટલ એરિયાના જવાનો એલર્ટ

biparjoy cyclone
અમદાવાદ , મંગળવાર, 13 જૂન 2023 (17:05 IST)
biparjoy cyclone

150 કરતાં વધુ જવાનો હાલમાં 10 ટ્રક સાથે બચાવથી લઈને રેશનની કિટ્સ સાથે તહેનાત
 
ગુજરાત પર Biparjoy Cycloneનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે આ વાવાઝોડુ પ્રતિ આઠ કલાકના આઠ કિ.મીની ગતિથી આગળ વધતાં અતિ પ્રચંડ બની રહ્યું છે.હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠેથી લોકોને સુરક્ષિત બચાવવા અલગ-અલગ જિલ્લામાં NDRF-SDRFની 29 ટીમ તહેનાત છે. દરિયાકાંઠે વસતા કચ્છવાસીઓની સુરક્ષા માટે 150થી વધુ BSFના જવાનો એલર્ટ મોડમાં છે. 10 ટ્રક અને રેશનની કિટ સાથે જવાનો તહેનાત છે. BSF અને કોસ્ટલ એરિયાના જવાનો એલર્ટ મોડમાં છે. જો પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો આ જવાનોની મદદ લેવામાં આવશે.  જેમાં 150 કરતાં વધુ જવાનો હાલમાં 10 ટ્રક સાથે બચાવથી લઈને રેશનની કિટ્સ સાથે તહેનાત છે.
webdunia
biparjoy cyclone
કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા
વાવાઝોડાની અસરથી દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે.ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આજે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની દિશા આજ રાતથી જ બદલવા લાગશે. જેમાં જખૌ પોર્ટ પર વાવાઝોડાના લેન્ડફોલની પ્રબળ શક્યતા દેખાઇ રહી છે.
webdunia
biparjoy cyclone
20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
બિપરજોય વાવાઝોડાને લઈને અનેક જિલ્લાઓમાં તંત્રએ યુધ્ધના ધોરણે કામ શરુ કરી દીધુ છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ જિલ્લાઓમાં જૂનાગઢમાંથી 500 લોકો,કચ્છમાંથી 6,786, જામનગરમાંથી 1,500,પોરબંદરમાંથી 543,દ્વારકામાંથી 4,820, સોમનાથમાંથી 408, મોરબીમાંથી 2 હજાર અને રાજકોટમાં 4,031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે.
 
કચ્છમાં દરિયાકાંઠાના વિસ્તારને ખાલી કરવાનો આદેશ
બિપરજોય વાવાઝોડા સામે કચ્છના કલેક્ટરે લોકોને આપીલ સાવધાનીના પગલા અનુસરવા કહ્યું છે. લોકોને શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવા માટે કલેક્ટરે અપીલ કરી છે. દરિયાકિનારાથી 10 કિલોમીટર સુધીના વિસ્તારના ગામોના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ઉંચાઈવાળા વિસ્તારમાં જવા માટે કહેવામાં આવ્યું છે. મોટાભાગે ગામની પ્રથામિક શાળાને સેટર હોમ તરીકે મૂકવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર જતી 350થી વધુ બસો રદ તો 60 બસોના રૂટ ટૂંકાવાયા