Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ આગ લાગી, કેટરિંગની ઓફિસના કર્મચારીઓ ફરાર

અમદાવાદમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ આગ લાગી, કેટરિંગની ઓફિસના કર્મચારીઓ ફરાર
, શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (14:11 IST)
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા ધરતી એવન્યુમાં બેઝમેન્ટ પર આવેલી ભાડે આપેલી દુકાનમાં ગેસ સિલિન્ડર ફાટતા ભીષણ આગ લાગી હતી. આ ભીષણ આગ પાછળનું પ્રાથમિક કારણ સિલિન્ડરમાંથી ગેસ લીક થવાનું બહાર આવી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે દૂર સુધી તેના ધુમાડા એને પ્રચંડ અવાજો આવતા હતાં જેનાથી રહીશોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સ્થળે 4 ફાયર ફાઈટરની ટીમ પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી છે. આગ લાગતાં જ કેટરિંગની ઓફિસના કર્મચારીઓ ફરાર થઈ ગયા હતાં. શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા GST ફાટક પાસે ધરતી કોમ્પલેક્ષમાં કેટરર્સને એક દુકાન ભાડે આપવામાં આવી હતી. ત્રણ મહિનાથી ચાલતી આ દુકાનનું નામ ખોડિયાર કેટરિંગ છે. જ્યાં કોમ્પલેક્ષની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં રસોઈ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ગેસની બોટલો મુકી હતી. 20 બોટલો ત્યાં હતી જેમાં 10 ડોમેસ્ટિક અને 10 કોમર્સિયલ ગેસના સિલિન્ડર હતાં આમાથી 5 સિલિન્ડર ફાટ્યા હતાં. આગ લાગતા જ કાળાકાળા ધુમાડો પ્રસરાઈ ગયો હતો અને સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા છેક પાંચ માળ સુધી પહોચ્યા હતા જેના કારણ રહીશોમાં ઉતરવામાં મુશ્કેલી પડી અત્યાર સુધીમાં આ ઘટનામાં કોઈ જાનહાની હોવાનું જાણવા મળ્યું નથી. આ બ્લાસ્ટથી એક દિવાલ પણ ધરાશાયી થઈ ઉપરાંત ત્યાં રાખેલું રહેલું એસી કોમ્પ્રેશર અને રાચરચીલું પણ આગમાં સ્વાહા થઈ ગયું. ધડાકો એટલો પ્રચંડ રીતે થયો કે ઈંટ અને વાસણો દૂર દૂર સુધી ઉડ્યા હતાં. આગની જ્વાળા એટલી તો વિકરાળ હતી કે 5 માળની ગેલેરીમાં રાખેલો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. ખોડિયાર કેટરિંગ જ્યાં ચાલતું હતું તેનું બાંધકામ ગેરકાયદેસર હતું. બિલ્ડર દ્વારા આ ગેરકાયદેસર સાઈડ માર્જિનનું વેચાણ કરાયુ હતું.  આ વધારાની જગ્યામાં કેટરિંગની વસ્તુઓ બનાવાતી હતી જ્યાં 20 જેટલા ગેસના સિલિન્ડર મુકવામાં આવ્યાં હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આતંકવાદીઓનુ ગઢ બની ચુક્યુ છે કરાંચી, શાળાઓ(મધરસા) કરે છે જોરદાર સપોર્ટ - થિંકટૈકની રિપોર્ટ