Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદી યુવક કેનેડા ન જઈ શક્યો, ખાનગી લેબનો પોઝિટિવ, જ્યારે AMCનો નેગેટિવ રિપોર્ટ આવ્યો

અમદાવાદી યુવક કેનેડા ન જઈ શક્યો, ખાનગી લેબનો પોઝિટિવ, જ્યારે AMCનો નેગેટિવ રિપોર્ટ આવ્યો
, બુધવાર, 19 જાન્યુઆરી 2022 (09:44 IST)
ગોમતીપુરના યુવકને કેનેડા જવાનું હોવાથી તેણે પહેલા ન્યૂબર્ગ સુપ્રાટેક રેફરન્સ લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવતાં તેણે બીજા દિવસે જ મ્યુનિ.ના ડોમમાં કરાવેલો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એ પછી અન્ય એક ખાનગી લેબમાં કરાવેલો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

આ બાબતે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે મ્યુનિ. કમિશનરને પાઠવેલા પત્રમાં એવી રજૂઆત કરી છેકે, મ્યુનિ. દ્વારા કરવામાં આવતાં રિપોર્ટમાં ખામી હોય અથવા તો ખાનગી લેબોરેટરીના રિપોર્ટમાં ખામી હોઇ શકે છે. તેથી આ બાબતે તપાસ થવી જોઇએ.ગોમતીપુરના 23 વર્ષીય યુવક વિશાલસિંગ ભુસરીને સિવિલ એન્જિનિયરિંગની માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે કેનેડા જવાનું હતું. તે માટે 48 કલાક પહેલા રિપોર્ટ કરાવાનો હોવાથી તેમણે સુપ્રાટેકમાં રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યા બાદ બીજા દિવસે જ તેમણે ગોમતીપુર રેફરલ હોસ્પિટલ ખાતે આવેલા ડોમ પર ટેસ્ટ કરાવ્યો હતો. જોકે તે રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ફરી શંકાજતાં બીજા દિવસે તેમણે ગ્રીનક્રોસ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવતાં તે પણ નેગેટિવ આવ્યો હતો. રાણીપમાં રહેતા 31 વર્ષના યુવકની ઓફિસમાં કેટલાક કર્મચારી પોઝિટિવ આવતાં તેણે 14 જાન્યુઆરીએ મ્યુનિ.ના આર્યવીલા પાસેના ડોમમાં આરટીપીસીઆર કરાવ્યો હતો પણ 3 દિવસે રિપોર્ટ આવવાનો હોવાથી તેણે સુપ્રાટેકમાં કોરોના રિપોર્ટ કરાવતાં ત્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી યુવક સેલ્ફ ક્વોરન્ટાઇન થયો હતો. બે દિવસ પછી તેના સબંધી દ્વારા મ્યુનિ.માં કરાવેલા રિપોર્ટની તપાસ કરતાં ત્યાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત બસ અગ્નિકાંડ - લકઝરી બસની લકઝરી સેવાઓએ આગને વધુ વિકરાળ બનાવી