rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ahmedabad Plane Crash - વિમાનમાં સવાર તમામ 242 મુસાફરોના હોટલાઇન નંબર જાહેર

Ahmedabad Plane Crash Passanger List
, ગુરુવાર, 12 જૂન 2025 (17:44 IST)
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલ એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન મેઘાણીનગર વિસ્તાર નજીક ક્રેશ થયું. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા, જેમાં બે પાઇલટનો સમાવેશ થાય છે. મુસાફરોમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. મુસાફરો વિશે વધુ માહિતી માટે એર ઇન્ડિયાએ પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 જાહેર કર્યો છે.
 
અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી ફરી શરૂ થઈ ગઈ છે. અગાઉ, આગામી સૂચના સુધી બધી ફ્લાઇટ્સનું સંચાલન અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે અપડેટ જાહેર કર્યું હતું.
 
તે જ સમયે, મીડિયા સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે, તમે એર ઈન્ડિયાના મીડિયા સંપર્કનો +91 9821414954 નંબર પર સંપર્ક કરી શકો છો. એર ઈન્ડિયા તેના X હેન્ડલ (x.com/airindia) દ્વારા વધુ માહિતી અને airindia.com પર નિયમિત અપડેટ્સ પ્રકાશિત કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmedabad Plane Crash LIVE:અમદાવાદમાં એયર ઈંડિયાનુ પ્લેન ક્રેશ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા સવાર