Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં નારણપુરા ખાતે યોજાયેલ સભા બાદ પોલીસે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હતી, કોર્ટમાંથી શરતી જામીન મળ્યા

અમદાવાદમાં નારણપુરા ખાતે યોજાયેલ સભા બાદ પોલીસે ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરી હતી, કોર્ટમાંથી શરતી જામીન મળ્યા
, મંગળવાર, 9 ફેબ્રુઆરી 2021 (17:18 IST)
અગાઉ આ કેસમાં ત્રણ આરીપીને જમીન મળ્યા હોવાના ગ્રાઉન્ડ પર ઇટાલિયાને જમીન મળ્યા: આમ આદમી પાર્ટીના વકિલ
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની યોજાયેલી જાહેરસભાના એક દિવસ બાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસે પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની ગઈ કાલે રાત્રે ધરપકડ કરી હતી અને આજે સવારે કોર્ટમા રજુ કરવામાં આવ્યાં હતાં. જેમાં તેમણે જામીન માટે અરજી કરતાં કોર્ટે તેમના શરતી જામીન મંજુર કર્યાં હતાં. આજે કોર્ટમાં ગોપાલ ઇટલીયાને વીડિયો કોનફરન્સથી જજ સામે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ગોપાલ ઇટલીયાને 10 હજારના શરતી જમીન આપ્યા છે.
પોલીસે પરવાનગી હોવા છતાં ‘આપ’ના કાર્યકરોને સભા કરતાં રોક્યાં હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગત 3 જાન્યુઆરીએ શહેરના નારણપુરા વિસ્તારના ભૂમિ પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી. આ સભા માટે જરૂરી પરવાનગી હોવા છતાં પોલીસે પાર્ટીના નેતાઓ સાથે બળ પ્રયોગ કરતાં પોલીસ અને પાર્ટીના કાર્યકરો વચ્ચે તુ તુ મેં મેં થઈ હતી. પોલીસે ગોપાલ ઈટાલિયા અને દિલ્હીના ધારાસભ્ય અને રાષ્ટ્રીય પ્રવક્તા આતિશીની અટકાયત કરવાની તજવીજ કરતાં કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મોટી બોલાચાલી બાદ પોલીસે સભા કરવાની મંજુરી આપી હતી. આ સભા પૂર્ણ થયાના બીજા દિવસે પોલીસે શહેર પ્રમુખ અમજદ ખાન, ગિરીશ રાવલ અને મિહિર પટેલની ધરપકડ કરી હતી. પોલીસે ગોપાલ ઈટાલિયાને પણ આરોપી તરીકે ગણાવ્યો હતો. પોલીસે તમામની સામે જાહેરનામા ભંગ, પોલીસ ઉપર હૂમલો, પોલીસની કામગીરીમાં અડચણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. 
 પોલીસે સત્તાધીશ પાર્ટીના કહેવાથી ફરિયાદ નોંધી છેઃ ‘આપ’ના વકિલ
આમ આદમી પાર્ટીના વકિલ જયેન્દ્ર અભવેકરે કોર્ટમાં રજુઆત કરી હતી કે પોલીસે સત્તાધીશ પાર્ટીના કહેવાથી ફરિયાદ નોંધી છે. બનાવના એક દિવસ બાદ પૂર્વ આયોજિત કાવતરુ રચીને ફરિયાદ કરી છે. અમદાવાદના નારણપુરામાં યોજાયેલી સભામાં પોલીસ સાથે કોઈ હાથા પાઈ થઈ નથી. સભાની પરવાનગી હોવા છતાં પોલીસે આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ રોકવા બળનો પ્રયોગ કર્યો હતો. દેશમાં દરેક પક્ષને પોતાનો પ્રચાર કરવાનો અધિકાર છે. આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરીને કાર્યકરોને ડરાવવાની કોશિષ કરવામાં આવી રહી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઘરની બહાર બગીચામાં ખાટલામાં સૂતી મહિલા પર દિપડાએ કર્યો હુમલો