Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટની ફિઝિકલ કામગીરી શરૂ થઈ, વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી

અમદાવાદમાં મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટની ફિઝિકલ કામગીરી શરૂ થઈ, વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી
, સોમવાર, 1 માર્ચ 2021 (12:16 IST)
કોર્ટમાં પ્રવેશતાં વકીલોનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ સેનેટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે
 
કોરોના મહામારીના કારણે લોકડાઉન તેમજ અનલોક બાદ કોરોનાના કેસો વધ્યા હતા. કોરોનાના કેસો ઘટતાં 11 મહિના બાદ આજથી અમદાવાદમાં નીચલી કોર્ટમાં ફિઝિકલ કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતા 26-3-2020ના રોજ કોર્ટોમાં પ્રત્યક્ષ બંધ કરી વીડિયો કોન્ફરન્સથી અરજન્ટ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી હતી. આજે સવારે 10.40થી અમદાવાદની મેટ્રો, સેશન્સ અને ગ્રામ્ય કોર્ટ શરૂ થઈ છે. SOP ગાઈડલાઈન મુજબ આજથી કોર્ટ શરૂ થતાં વકીલોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 
હવે SOP મુજબ તમામ કાર્યવાહી ચાલશે
webdunia
કોર્ટમાં પ્રવેશતા વકીલોને ટેમ્પરેચર ગન અને સેનેટાઈઝરથી મેઝર કર્યા બાદ પ્રવેશ આપવામા આવી રહ્યો છે. વકીલોએ કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી અને કોર્ટ શરૂ થવાની ઉજવણી કરી હતી. એડવોકેટ અયાઝ શેખે Divyabhaskar જણાવ્યું હતું કે 11 મહિના પછી કોર્ટ શરૂ થઈ છે તેનો આનંદ છે. સરકારે તમામ જગ્યાઓ શરૂ કરી દીધી હતી. પરંતુ કોર્ટ શરૂ કરી ન હતી. 11 મહિનાથી લોકો ન્યાયથી વંચિત હતા અને હવે કોર્ટ શરૂ થતાં જ તેઓને ન્યાય મળશે. કોર્ટ શરૂ થતાં હવે SOP મુજબ તમામ કાર્યવાહી ચાલશે.
એન્ટ્રીપોઇન્ટ પર થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી
આ ઉપરાંત વકીલોને સૂચના અપાઇ છે કે કોર્ટ સંકુલમાં બિનજરૂરી ભીડ ભેગી ન કરવી કે ટોળામાં ઉભું ન રહેવું. કોર્ટના તમામ એન્ટ્રીપોઇન્ટ પર થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી અહીં પ્રવેશતા લોકોનું તાપમાન માપી શકાય. આ ઉપરાંત કોર્ટ કેન્ટીનોમાં મળતા ગરમ નાસ્તા અને અન્ય ખાદ્યપદાર્થોની જગ્યાએ હવે ચા, કોફી, પાણી અને પેકેજ્ડ ફૂડ જ રાખવામાં આવશે.
અનિવાર્ય સંજોગો સિવાય આરોપીને કોર્ટમાં રુબરું રજૂ કરવા નહીં
નીચલી કોર્ટોના સરક્યુલરમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે, કોર્ટમાં ચાલતા કેસોમાં કાચા કામના કેદીઓને મુદત તારીખે કોર્ટ રૂબરૂ રજૂ કરવા બાબતે ખાસ સૂચના આપવામાં આવે છે કે, કોર્ટના આદેશ વગર કે અનિવાર્ય સંજોગો સિવાય આરોપીને કોર્ટમાં રુબરું રજૂ કરવા નહીં. આરોપીઓના કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવી. ગત મહિને હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સિવાયની કોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી માટે મંજૂરી આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Corona Vaccination 2.0: નીતીશે વચન પુરુ કર્યું, ખાનગી હોસ્પિટલોમાં પણ રસી મફત આપવામાં આવશે