Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઝટકો, અમદાવાદ મેટ્રો કોર્ટે સમન્સ ઈશ્યુ કર્યું

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને ઝટકો, અમદાવાદ મેટ્રો કોર્ટે સમન્સ ઈશ્યુ કર્યું
અમદાવાદઃ , સોમવાર, 28 ઑગસ્ટ 2023 (18:35 IST)
ગુજરાતીઓને મહાઠગ કહેવા બદલ અમદાવાદની મેટ્રો કોર્ટમાં થઈ હતી ફરિયાદ 
 
 ગુજરાતીઓને મહાઠગ કહેવાના નિવેદનને લઈને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. આ નિવેદનને લઈને અમદાવાદની મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બદનક્ષી કેસમાં પ્રાથમિક રીતે ગુનો બનતો હોવાનું કોર્ટે નોંધ્યું છે અને સમન્સ ઈશ્યુ કર્યું છે. હવે તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે. 
 
આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અરજદારના વકીલ દ્વારા અગાઉની સુનાવણીમાં ઈન્કવાયરી ક્લોઝિંગ પ્રોસિજર રજૂ કરાઈ હતી. અમદાવાદના હરેશ મહેતા નામના અરજદારે તેજસ્વી યાદવ સામે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ મેટ્રો કોર્ટમાં ફરિયાદ કરી હતી. અગાઉ આઠમી ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં ઈન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માંગણી કરી હતી. હવે આ કેસમાં આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Raksha bandhan 2023: રક્ષાબંધન ક્યારે છે 30 કે 31 ઓગસ્ટ ? જાણી લો રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત અને ભાઈ-બહેનની ખુશીના 5 અચૂક ઉપાય