rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Air India Plane Crash: વિમાન ઉડવાથી લઈને ક્રેશ થવા સુધીનો VIDEO આવ્યો સામે, એક ફૂટેજમાં કેદ થયુ ભયાનક દ્રશ્ય

cctv
, શુક્રવાર, 13 જૂન 2025 (06:24 IST)
cctv
Air Inida Plane Crash: ગુરુવારે અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે. વિમાનમાં સવાર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ અવસાન થયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. વિમાન જે જગ્યાએ ક્રેશ થયું તે બીજે મેડિકલ કોલેજનું રહેણાંક મકાન હતું.
 
CCTV ફૂટેજમાં પ્લેન ક્રેશનું દ્રશ્ય 
અમદાવાદમાં થયેલા આ વિમાન દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિમાનના ઉડાન ભરવાથી લઈને ક્રેશ થવા સુધીની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભરતું જોઈ શકાય છે. થોડા અંતર સુધી ઉડાન ભર્યા પછી, વિમાન અચાનક નીચે જવાનું શરૂ કરે છે અને પછી થોડે દૂર ગયા પછી ક્રેશ થાય છે. ક્રેશ પછી, આકાશમાં આગના વાદળ છવાઈ જાય છે.

 
દુર્ઘટનાનાં સ્થાન પર શું હતું 
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં જે ઇમારત સાથે એર ઇન્ડિયાનું વિમાન અથડાયું હતું ત્યાં મેસ હતી, જેમાં કેટલાક લોકો ભોજન કરી  રહ્યા હતા. આ મેસ અમદાવાદની બીજે મેડિકલ કોલેજ અને હોસ્પિટલની હતી. વિમાન દુર્ઘટનાને કારણે હોસ્પિટલની મેસ  તેમજ ત્યાંની રહેણાંક ઇમારતોને ઘણું નુકસાન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે નર્સિંગની વિદ્યાર્થીઓ મેસમાં જમી રહયા હતા. આ ઉપરાંત, રહેણાંક ઇમારતોમાં પણ ઘણા લોકો ફસાયા હોવાની અથવા માર્યા ગયા હોવાની શક્યતા છે. હાલમાં ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
 
મૃતકોના પરિજનોને વળતર 
અકસ્માત પછી, ટાટા સન્સે વળતરની જાહેરાત કરી અને કહ્યું, "ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ ઉઠાવીશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી કેર અને મદદ મળે. આ ઉપરાંત, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લંડનમાં સ્થાયી થવાનું સપનું રહી ગયું અધૂરું, બાંસવાડાના પ્રતીક જોશીનો આખો પરિવાર પ્લેન ક્રેશમાં હોમાયો