Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા, 150 અધિકારીઓ તપાસ કામગીરીમાં સામેલ

raid
, બુધવાર, 20 જુલાઈ 2022 (10:48 IST)
અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શહેરમાં જાણિતા ચીરિપાલ ગ્રુપ પર આવકવેરા વિભાગે દરોડા પડ્યા છે.ટેક્ષટાઇલ અને શિક્ષણ સાથેના 
વ્યવસાયમાં ચિરીપાલ ગ્રુપ સંકળાયેલ છે. બોપલ રોડ પર ચિરીપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ સાથે વેદપ્રકાશ ચિરીપાલ,બ્રિજમોહન ચિરીપાલ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા 
પાડવામાં આવ્યા છે.અમદાવાદમાં કુલ 35 થી 40 જગ્યા પર દરોડા પાડીને ITએ તપાસ શરૂ કરી છે. આ મેઘા સર્ચ ઓપરેશનમાં 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે.
 
આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા
શહેરમાં ઘણા સમયથી આઈટીની રેડ ચાલી રહી છે. ITની કાર્યવાહીથી અમદાવાદના વેપારીઓ અને બિઝનેસ ગ્રુપોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શહેરમાં ચીરીપાલ સહિત નંદન 
ડેનિમ અને વિશાલ ડેનિમ પર પણ આઈટીની તપાસ શરૂ થઈ છે. આશરે 150 અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. 
ITની તપાસના અંતે મોટો દલ્લો મળે તેવી સંભાવના
 
વ્યક્ત કરવામાં આવી છે. 
 
આ પહેલા પણ ચિરિપાલ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું
આ પહેલા પણ ચિરિપાલ ગ્રુપ અનેકવાર ચર્ચામાં આવ્યું છે. થોડા મહિના પહેલા જ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા યોગીરાજ એસ્ટેટમાંથી ખેતીવાડી માટે વાપરવામાં 
આવતો સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો દાણીલીમડા પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસે ગોડાઉન માલિક સહિત બે શખસની ધરપકડ કરી હતી. આરોપીઓ અન્ય આરોપીઓ 
સાથે મળીને અમદાવાદની ફેક્ટરીઓ અને ચિરિપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સ નામની કંપનીમાં પોતાના નામની કંપનીની થેલીમાં યુરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરતા હતા. 
દાણીલીમડા પોલીસે બેની ધરપકડ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશના પ્રથમ સ્લેગ રોડના નિર્માણ બદલ એએમ/એનએસ ઈન્ડિયાનો ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં સમાવેશ