rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં હીટ એંડ રન - એક્ટિવા પર જતા દંપત્તિને કારે મારી ટક્કર, યુવક બ્રિજ પરથી નીચે પટકાતા મોત

Ahmedabad Hit and Run
, શનિવાર, 31 જાન્યુઆરી 2026 (15:46 IST)
ahmedabad Hit and Run
અમદાવાદ શહેરના  બલોલનગર બ્રિજ પર  પર શુક્રવારે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ-પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા તે દરમ્યાન પાછળથી પુર ઝડપે આવી રહેલ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. અકસ્માતમાં કિશન વચેટાનું મોત નિપજ્યું હતું. જ્યારે તેની પત્નિ કોમલને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
 
એલ ટ્રાફિક પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર 30 જાન્યુઆરીએ રાતે 11.30 વાગ્યાની આસપાસ કિશન વછેટા પત્ની કોમલ સાથે એક્ટિવા પર ઘરે જતાં. દંપતી બલોલનગરથી ન્યુ રાણીપ થઈ ચાંદખેડા તરફ જતાં બલોલનગર બ્રિજ પર પહોંચતા પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે પાછળથી ટક્કર મારતા કિશન બ્રિજ પરથી નીચે પટકાયો હતો. જેમાં તેને માથાના તેમજ શરીરના ઘણા ભાગોમાં ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
 
શનિવારે વહેલી સવારે ફરજ પરના ડોક્ટરે કિશનને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતમાં પત્ની કોમલને પણ કમર તેમજ શરીરના ઘણા ભાગોમાં ઈજા થતાં સારવાર હેઠળ છે. એલ ટ્રાફિક પોલીસે અજાણ્યા કાર ચાલક સામે બી.એન.એસ. કલમ-281,125(A),125(B),106(1), 324(4) તથા એમ.વી એકટ 177,184,134(બી) મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.
​​​

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૂર્વી કાંગોમાં ખૂબ મોટી દુર્ઘટના, કોલ્ટન ખદાન ઢસડી જવાથી ઓછામાં ઓછા 200 લોકોના મોત