Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બન્યુ અમદાવાદ, જાણો યૂનેસ્કોએ કેમ કર્યુ યાદીમાં સામેલ

દેશનુ પ્રથમ  વર્લ્ડ હેરિટેજ સિટી બન્યુ અમદાવાદ, જાણો યૂનેસ્કોએ કેમ કર્યુ યાદીમાં સામેલ
, શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (12:12 IST)
અમદાવાદ દેશનુ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયુ છે. ગુજરાતની વાણિજ્યિક રાજધાની અમદાવાદને આ ગૌરવ આપવાનુ ઔપચારિક્તા યૂનેસ્કોએ શનિવારે પૂર્ણ કરી.  યુનેસ્કોનાં ડીરેક્ટર જનરલ ઈરીના બોકોવાએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી વિજય રૃપાણીને અર્પિત કર્યું છે.
webdunia

વિશ્વ વિરાસત શહેરની યાદીમાં સ્થાન મેળવવા માટેના યુનેસ્કોના વિવિધ 10 જેટલા માપદંડો પર પાર ઉતરીને અમદાવાદે આ ગૌરવ મેળવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમદાવાદને મળેલી આવી સ્વીકૃતિ-માન્યતા દેશમાં અર્બન હેરિટેજ કન્ઝર્વેશન મૂવમેન્ટને પ્રોત્સાહિત કરશે. 1411માં અહેમદ શાહે આ શહેર વસાવ્યું ત્યારે જે સ્થાપત્યો કલાગીરી સાથેની ઈમારતો, પોળો, હિન્દુ, જૈન-ઈસ્લામીક સ્થાનકો હતા તેની વિશ્વ પ્રતિષ્ઠા હવે આ હેરિટેજ સિટીથી સ્વીકૃત બની ગઈ છે. એક સમયે પૂર્વનું માન્ચેસ્ટર કાપડ ઉદ્યોગ માટે ગણાતું અમદાવાદ ગાંધી આશ્રમ, સાબરમતી નદી અને સ્વતંત્રતા સંગ્રામમાં અનેરા પ્રદાનથી મશહુર થયું એ જ શહેરે હવે ઈતિહાસ રચી દીધો છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મેયર ગૌતમ શાહ, મ્યુનિ. કમિશનર મુકેશકુમાર વગેરે હાજર રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બે રિયર કેમરા અને નાગટની સાથે મોટો એક્સ 4 લાંચ જાણૉ બીજા ફીચર