Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદને 23મા રેલવે ઓવરબ્રિજની મળી ભેટ, ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ

અમદાવાદને 23મા રેલવે ઓવરબ્રિજની મળી ભેટ, ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ
, રવિવાર, 12 ડિસેમ્બર 2021 (11:19 IST)
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. 
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિર્મિત આ રેલવે ઓવરબ્રિજ કાર્યરત થવાથી સોલાથી હેબતપુર વિસ્તારમાં આવાગમન સરળ બન્યું છે અને રેલવે ફાટકને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થયું છે. 
 
પરિવહન માર્ગોને ફાટક મુક્ત કરવાની રાજ્ય સરકારની નેમ છે ત્યારે અમદાવાદ શહેરને તેના આ ત્રેવીસમા રેલવે ઓવરબ્રિજની કેન્દ્રીય મંત્રીના હસ્તે ભેટ મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 22 રેલવે ઓવરબ્રિજ કાર્યરત છે. 
 
આ અવસરે મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, મંત્રી જગદીશભાઇ વિશ્વકર્મા, ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, અરવિંદ પટેલ, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરજણના કંડારી ગામે ૫૭ હેક્ટર જમીન માટે એક કંપનીએ રૂ. ૯૦ કરોડની કિંમતે દસ્તાવેજ નોંધાવ્યો, વર્ષનો સૌથો મોટો સોદો