Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સમગ્ર ભારતમાં 100 કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ

સમગ્ર ભારતમાં 100 કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ
, સોમવાર, 11 ડિસેમ્બર 2023 (15:21 IST)
ગુજરાતમાં નહિ પણ સમગ્ર ભારતમાં 100 કરોડથી વધુની ઠગાઈ મામલે અમદાવાદ પ્રથમ છે. ગુજરાત રાજ્યમાં છેતરપિંડીના 3,670 બનાવ બન્યા છે. તેમાં 42,968 કેસની ટ્રાયલ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમજ 1,104 આરોપી નિર્દોષ છૂટયા છે. તથા માત્ર 23ને સજા થઇ છે.દેશમાં લોકો સાથે છેતરપિંડી, વિશ્વસઘાત, બનાવટ અને ઠગાઈ આચરવાના ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યાનું જોવા મળી રહ્યું છે.

2020માં છેતરપિંડીના બનાવો 1,45,754 હતા જેની સામે 2021માં વધીને 1,74,013 અને 2022માં આ આંકડો 1,93,385 પર પહોંચ્યો હતો. આમ, આરોપીઓને કાયદાનો સહેજ પણ ડર ના રહ્યો હોય તેવા ઘાટ એનસીઆરબીના આંકડા પરથી સર્જાયો છે. છેલ્લા કેટલાક વર્ષથી ગંભીર ગુના જેવા હત્યા, લૂંટ, ધાડ અને ખંડણીના જેવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે, તો બીજી તરફ છેતરપિંડી જેવા આર્થિક ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પાછળના કારણો અંગે કાયદાના નિષ્ણાતો જણાવે છે કે, આર્થિક ગુનામાં આસાનીથી લાખો અને કરોડો રૂપિયા મળી જાય તેમજ જામીન મળવાની શક્યતા વધી જતી હોય આવા બનાવો વધી રહ્યા છે. આ મામલે સરકારે કડક કાયદા બનાવવાની તેમજ છેતરપિંડીના આરોપીઓ અને તેમના પરિવારજનોની મિલકત ટાંચમાં લેવાય તેવી કડક જોગવાઈઓ અમલમાં મૂકવી પડશે, નહી તો મુદ્દો આવનાર દિવસોમાં મોટી સમસ્યા તરીકે ઉભી આવે તેવી સ્થિતી છે. કોર્ટમાં આર્થિક ગુનાના કેસ મામલે જોવા જોઈએ તો 1104 આરોપી અગાઉ નિદોર્ષ છૂટયાનું તેમજ માત્ર 23 કેસના આરોપીઓને સજા પડી છે. આમ, કોર્ટમાં પણ કેસ પૂરવાર કરવામાં ફરિયાદ પક્ષ અને પોલીસની નિષ્ફળતા આંખે ઉડીને દેખાય છે. એનસીઆરબી (નેક્નલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો)ના આંકડા જોઈએ ગુજરાતમાં છેતરપિંડી, વિશ્વસઘાત અને ઠગાઈના 2022માં 3670 બનાવો નોંધાયા જેમાં સો કરોડથી વધુની ઠગાઈના ત્રણ ગુના છે. આ ત્રણે ગુના અમદાવાદ શહેરમાં દાખલ થયા હોવાથી સમગ્ર દેશમાં મેટ્રોપોલીટન સીટીમાં અમદાવાદ શહેર આ ગુનામાં મોખરેના સ્થાન પર છે. ગુજરાત રાજ્યમાં 3670 બનાવો બન્યા જેમાં સૌથી વધુ ગુના એકથી દસ લાખ સુધીની છેતરપિંડીના 1145 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. રાજ્યમાં 42968 આર્થિક ગુનાની ટ્રાયલ બાકી હોવાનું, 1221 કોર્ટએ કાઢી નાંખ્યા તેમજ 1175 કેસની ટ્રાયલ ચાલી હતી. આ મામલે કોર્ટએ 21 કેસ બંધ કર્યા, ફરિયાદીએ છ કેસ પરત ખેંચ્યા, એક કેસ સમાધાનને કારણે તેમજ ટ્રાયલ વગર 12 કેસ સહિત કુલ 15 કેસ કાઢી નાંખ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં મિત્રો સાથે માછલી ખાવા બેઠેલા યુવકના ગળામાં કાંટા ફસાઈ જતા ઢળી પડ્યો