Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદથી દિલ્હી-પટનાની ક્લોન ટ્રેન આજથી શરૂ

અમદાવાદથી દિલ્હી-પટનાની ક્લોન ટ્રેન આજથી શરૂ
, બુધવાર, 23 સપ્ટેમ્બર 2020 (10:10 IST)
ભારતીય રેલવેએ મુસાફરોને રેલવે મુસાફરીની વધુ સુવિધા આપવા માટે સ્પેશિયલ ટ્રેનોની સંખ્યા વધારી દીધી છે. રેલવેમંત્રાલય દ્વારા દેશમાં 20 ક્લોન ટ્રેન શરૂ કરી કરવામાં આવી છે, જેમાંથી અમદાવાદ-દિલ્હીની ટ્રેન આજથી દર બુધવારે અને રવિવારે સાંજે 5.40 કલાકે અમદાવાદથી ઊપડશે. આ ટ્રેન બીજા દિવસે સવારે 07.55 કલાકે દિલ્હી પહોંચશે. એ જ રીતે અમદાવાદ-પટણા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન આજથી દર બુધવારે સાંજે 7.45 કલાકે અમદાવાદથી રવાના થશે અને શુક્રવારે રાત્રે 12.30 કલાકે પટણા પહોંચશે.
 
આ પહેલાં અમદાવાદ-દરભંગા ટ્રેન ચલાવવામાં આવી હતી. આ ટ્રેન ઉજ્જૈનથી પસાર થશે. ટ્રેન નંબર  09465/09466 અમદાવાદ-દરભંગ-અમદાવાદ સાપ્તાહિક ક્લોન ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા ક્લોન ટ્રેન 25 સપ્ટેમ્બરથી દર શુક્રવારે અમદાવાદ તરફથી ટ્રેન નંબર 09466 દરભંગા અમદાવાદ ક્લોન એક્સપ્રેસ 28 સપ્ટેમ્બરથી દર સોમવારે દરભંગાથી આગામી આદેશ સુધી દોડાવવામાં આવશે. આ ટ્રેનમાં 12 થર્ડ એસી અને 4 સ્લીપર કોચ રહેશે. 
 
રતલામ મંડલથી બાંદ્રા ટમિર્નસ-અમૃતસર, અમદાવાદ-પટના અને અમદાવાદ-દરભંગા વચ્ચે ત્રણ ક્લોન સ્પેશિયલ સાપ્તાહિક ગાડીઓ દોડાવવામાં આવશે. ગાડી નંબર 09447/09448 અમદાવાદ પટના અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ, ગાડી નંબર 09465/09466 અમદાવાદ-દરભંગા-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ અને ગાડી નંબર 09025/09026 બાંદ્રા ટર્મિનસ-અમૃતસર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ ક્લોન ટ્રેન રતલામ મંડલ થઇને પસાર થશે. 
 
ભારત રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રેનના ટાઇમ ટેબલ અને રૂટ્સ મુજબ 20 જોડી એટલે કે 40 ક્લોન ટ્રેનો પૂર્વ મધ્ય રેલવે, પશ્વિમ રેલવે અને ઉત્તર રેલવે તમામ ઝોનમાં દોડશે. આ ટ્રેન સ્પેશિયલ ટ્રેનોના હશે. ક્લોન ટ્રેનો યૂપી, બિહાર, દિલ્હી, પંજાબ, પશ્વિમ બંગાળ અને કર્ણાટક સહિત ઘણા રાજ્યો વચ્ચે દોડશે. જે સ્ટેશનો માટે વધુ યાત્રી છે, ત્યાં ટ્રેનોના ફેરા વધારવા માટે ક્લોન ટ્રેનો દોડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુત્રની લાલસામાં પતિ બન્યો હેવાન, ચીરી નાખ્યુ ગર્ભવતી પત્નીનુ પેટ