Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

અમદાવાદમાં યુવતીને પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી યુવકે ગોંઘી રાખી મિત્રો સાથે મળી દુષ્કર્મ ગુજાર્યુ

Ahmedabad news
, શનિવાર, 27 મે 2023 (13:42 IST)
અમદાવાદમાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મ ગુજારવાના ગુનામાં નારોલ પોલીસે યુવતીના પ્રેમી સહિત ત્રણની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવતીને હોસ્પિટલ લઈ જવાના બહાને પણ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ સાથે પ્રેમીએ યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ પણ આપ્યો હતો. આ ગુનામાં નારોલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા હકીકત સામે આવી છે કે, આરોપીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી તેને ધાનેરા લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ વાત કોઈને ન કરવાનું કહેતા ધમકી આપી હતી. જે બાદ યુવતીને અમદાવાદમાં લાવી અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી પ્રેમી છોટુરામ અને તેના બે મિત્રોએ પણ દુષ્કર્મ ગુજાર્યો હતો. અહીં મહત્વનું છે કે, નવ દિવસ સુધી યુવતી સાથે દુષ્કૃત્ય થતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના બહાને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે પ્રેમીએ યુવતીના જ ઘરમાં ચોરીને અંજામ પણ આપ્યો હતો. આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. સાથે જ મુખ્ય આરોપી વીધર્મી હોવાથી આ ગુનામાં અન્ય કોઈ પરિબળ જવાબદાર છે કે કેમ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના નારોલ પોલીસે પકડેલા ત્રણ આરોપીઓના નામ છોટુરામ ઈસરાર શા, મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલ છે. ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નારોલ પોલીસ મથકે અપહરણ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ઝડપાયેલ આરોપી છોટુરામ શાએ 20 વર્ષીય યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. તેનુ અપહરણ કરી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ તેના મિત્ર મિલન ઠાકોર અને રીન્કુ ગોહિલે પણ બળાત્કાર ગુજારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ahmedabad News - સ્માર્ટ સિટી અમદાવાદમાં માવઠાએ વિકાસની પોલ ખોલી, RCC રોડમાં ભૂવો પડતાં આખી કાર ગરકાવ થઈ