Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સનું રેકેટ ચલાવતા બે ઈસમોને ઝડપી લીધા, કુલ 82.500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સનું રેકેટ ચલાવતા બે ઈસમોને ઝડપી લીધા, કુલ 82.500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
, ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2021 (17:01 IST)
ગ્રાહકો પાસેથી ટુ વ્હિલર અને ફોર વ્હિલરના લાયસન્સ પેટે 5 હજાર રૂપિયા વસૂલતો હતો
 
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરમાં બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું રેકેટ ચલાવતા બે ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે આરોપી પાસેથી લાયસન્સ, આધારકાર્ડ, મોબાઈલ ફોન તથા એક એક્ટિવા કબજે કરવામાં આવ્યું છે.શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતાં ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીને આધારે તેમણે શહેરમાં જુહાપુરા બરફની ફેક્ટરી વાળા નાકા ખાતેથી આરોપી અફસરુલ શેખને તેના બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ સાથે ઝડપી પાડ્યો હતો. પુછપરછ દરમિયાન પોતે આ લાયસન્સ અમદાવાદમાં ફતેવાડી ખાતે રહેતા મારુફમુલ્લા પાસેથી 6 હજાર રૂપિયામાં બનાવડાવ્યુ હોવાનું પોલીસને જણાવ્યું હતું. બાદમાં પોલીસે અફસરુલને સાથે રાખીને ફતેવાડીમાં રહેતા મારુફમુલ્લાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યાં હતાં.
લાયસન્સ બનાવવાના પાંચ હજાર વસૂલતો હતો 
પોલીસે ફતેવાડીમાં રહેતા મારુફમુલ્લાના ઘરે જઈને તેને ઝડપી પાડ્યો હતો. તેની સાથેની પુછપરછમાં મારુફ મુલ્લાએ પોતે ઘણા સમયથી પોતાના ઘરમાં જ બનાવટી લાયસન્સ બનાવતો હોવાનું કબૂલ કર્યું હતું. અત્યાર સુધીમાં તેણે 39 જેટલા ઈસમોને આવા બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેણે પોતાના ગ્રાહકો પાસેથી ટુ વ્હિલર અને ફોર વ્હિલરના લાયસન્સ પેટે 5 હજાર જ્યારે માત્ર મોટરસાયકલ માટેના લાયસન્સ પેટે 2500 વસૂલતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી મળી આવેલા આવા લાયસન્સ સિવાય અન્ય કયા ઈસમોને આવા લાયસન્સ બનાવી આપેલ છે તથા તેની સાથે અન્ય કયા માણસો સંકળાયેલા છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપી પાસેથી આટલી વસ્તુઓ કબજે કરી
અલગ અલગ વ્યક્તિઓના બનાવટી ડ્રાઈવિંગ લાયસન્સ નંગ-19
અલગ અલગ વ્યક્તિઓના શકમંદ આધારકાર્ડ નંગ- 5
ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના ચીપવાળા કોરા કાર્ડ નંગ-5
ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવા માટેના ચીપ વગરના કોરા કાર્ડ નંગ-20
ડ્રાઈવિગ લાયસન્સ માટેના પ્લાસ્ટિક કવર નંગ -14
પાસપોર્ટ સાઈઝના કલર ફોટોગ્રાફ્સ નંગ-85
લેપટોપ- નંગ -1
કલર પ્રિન્ટર નંગ-1
લેમિનેશન મશિન-1
નાનું કટર મશીન નંગ-1
પેન ડ્રાઈવ નંગ-1
મોબાઈલ નંગ - 1

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs ENG 3rd Test LIVE Score- ટીમ ઈન્ડિયા 145 રનમાં ઑલઆઉટ થઈ ગઈ, ઇંગ્લેન્ડ સામે 33 રનની લીડ