Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના વેપારી પાસે એક કરોડની ખંડણી માંગી ધમકી આપી, બચ્ચે કી જાન પ્યારી હે તો રોકડા દે

અમદાવાદના વેપારી પાસે એક કરોડની ખંડણી માંગી ધમકી આપી, બચ્ચે કી જાન પ્યારી હે તો રોકડા દે
, ગુરુવાર, 22 ડિસેમ્બર 2022 (13:54 IST)
અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે તેની સાથે ખંડણીખોરો પણ બેફામ બન્યાં છે. આજે શહેરના એક વેપારી પાસે અજાણ્યા શખ્સે ફોન કરીને એક કરોડથી વધુની રકમની ખંડણી માંગી હતી. ખંડણી માંગનાર શખ્સે વેપારીને તેના પુત્રની સોપારી મળી છે જો પૈસા નહીં આપે તો પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી આ ફોન કોલ્સથી ગભરાયેલા વેપારીએ પોતાના પરિવાર અને પાડોશીઓને જાણ કરી હતી. ત્યાર બાદ ખંડણી માટે વારંવાર કોલ આવતાં વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે બોડકદેવ વિસ્તારમાં રહેતા એક વેપારી વેજલપુર પાસેથી APMCમાં હોલસેલ અને રીટેલમાં બટાટાનું વેચાણ કરે છે. તેમને સંતાનમાં બે દીકરા છે. જેમાંથી એક દીકરો લંડન રહે છે અને ત્યાં ભણે છે. તે વેકેશન હોવાથી અમદાવાદ આવ્યો છે. આ દરમિયાન વેપારીને કોઈ શખ્સે ફોન કરીને કહ્યું હતું કે, તુમ્હારા લડકા ઓમ લંડનમેં પઢતા હૈ ઉસકી મુજે સુપારી મીલી હૈ. આ ફોન કોલ્સ સાંભળીને વેપારી ડરી ગયા હતાં. તેમણે સામે વાળાને પુછ્યું હતું કે શું થયું તો સામે વાળાએ કહ્યું કે તુમકો તુમ્હારે બેટે કી જાન પ્યારી હે એવું જણાવ્યું હતું. ત્યારે વેપારીએ તેની સાથે કોઈ મજાક કરતું હોવાનું લાગતાં ફોન કટ કરી નાંખ્યો હતો. ત્યાર બાદ ફરીવાર વેપારીને ફોન આવ્યો અને શખ્સ બોલવા લાગ્યો કે તુમને ફોન કટ કર દીયા ઓર સામને સે ફોન ભી નહી કીયા ક્યા તુમ્હે તુમ્હારે બચ્ચે કી જાન પ્યારી નહીં હૈ. તેણે વેપારીને કહ્યું હતું કે તુમ તુમ્હારે બચ્ચે કી ક્યા કિમત લગાતે. વેપારીએ ફોન કટ કરી દીધો હતો અને પોતાના ભાઈઓ, પરિવારના સભ્યો તથા પાડોશીઓને પણ આ ફોન કોલ્સ બાબતે જણાવ્યું હતું અને કોઇએ પણ ફોન ઉપાડવા નહીં તેમ કહીને બધાને નંબર આપી દીધો હતો.

વેપારીએ લોકોને ફોન કરીને પણ પોતાની સાથે થયેલી ઘટના વિષે જણાવી દીધું હતું,. ત્યારે શખ્સે ફરીવાર ફોન કર્યો હતો. ત્યારે વેપારીએ કહ્યું હતું કે તારે શું જોઈએ છે. ત્યારે શખ્સે કહ્યું હતું કે, મુજે 1.03 કરોડ ચાહિએ. જીસમે 53 લાખ આજ ઓર 50 લાખ કલ ચાહીએ. વેપારીએ તેને કહ્યું હતું કે પૈસા કેસે લોગે તો ફોન કરનાર શખ્સે કહ્યું હતું કે, હમ કેશ કી બાત કર રહે હૈ ઓર તુમ એકાઉન્ટ કી બાત કર રહે હો. ત્યારે વેપારીએ તેને કહ્યું હતું કે, હું આટલી જલ્દી રોકડાની વ્યવસ્થા નહીં કરી શકું. ત્યારે સામે વાળા શખ્સે કહ્યું હતું કે તુમ પૈસોં કી વ્યવસ્થા નહીં કરોગે તો મેં તુમ્હારે બચ્ચે કો માર ડાલુંગા.  ત્યાર બાદ કંપનીના મેઈલ આઈડી પર પણ ધમકી ભર્યા મેસેજ આવ્યા હતાં. વેપારીએ ગભરાઈને આખરે પોલીસમાં ફરિયાદ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jhoome Jo Pathaan: SRK-Deepika - પઠાણનું નવુ સોન્ગ રિલીઝ