અમદાવાદ મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન અમદાવાદનાં રેલ્વે સ્ટેશનનાં પ્લેટફોર્મ નંબર 10 અને 11થી દોડે તેવી શક્યતાઓ છે. બુલેટ ટ્રેન બનાવવાની જવાબદારી જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી (જીઆઇસીએ)ને સોંપવામાં આવી છે. બુધવારે એજન્સીની 30 સભ્યોની બે ટીમ અમદાવાદ પહોંચી હતી. જેમાં સિવિલ એન્ડ ટ્રેટ ટીમમાં 14 એન્જિનિયરિંગનાં અને 15 મેનેજમેન્ટના સભ્યો હતા.'
સવારે આ ટીમ સાબરમતી અમદાવાદ સ્ટેશન પહોંચી હતી. પહેલા સાબરમતી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધા બાદ ટ્રેન અમદાવાદ સ્ટેશન પહોંચી. જેમાં સિવિલ એન્ડ ટ્રેક ટીમે પ્લેટફોર્મ નંબર 8થી 10 સુધીનાં પ્લેટફોર્મની તપાસ કરી હતી. ત્યાર બાદ સારંગપુર યાર્ડમાં નકશા સાથે નિરિક્ષણ કર્યું હતું.
એક અધિકારીનાં અનુસાર બુલેટ ટ્રેનને પાટા પર લાવવા માટેનું કામ પાટે ચડી ચુક્યું છે. હવે નિયમિત રીતે ટીમની આવન જાવન રહેશે. બુલેટ ટ્રેન સંભવનત 10 અને 11 નંબરના પ્લેટફોર્મ પર ચાલશે. એન્જિનિયર અને મેનેજમેન્ટ ટીમે કાંકરિયા કોચ ડિપોમાં વિજળીની ક્ષમતા સહિતનાં કેટલાક મુદ્દાઓ પર તપાસ કરી હતી. આ ટીમ અમદાવાદથી વડોદરા વચ્ચે રેલ્વેનાં ફ્લાઇ ઓવર બ્રિજ, રેલ્વે સ્ટેશન, પાટા અને રિવર બ્રીજની પણ તપાસ કરશે. અમદાવાદમાં ટ્રેક અને પ્લેટફોર્મની મુલાકાત લીધા બાદ ટીમ વડોદરા માટે રવાના થઇ હતી.