Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

41% jump in international aircraft traffic movement at Ahmedabad airport
, સોમવાર, 13 મે 2024 (11:34 IST)
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ અમદાવાદ એરપોર્ટને પણ ઈ-મેઈલ દ્વાર બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતાની સાથે જ પોલીસ અને બોમ્બ સ્કવોડ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન્સ સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આજે જ દિલ્હીની બે અલગ-અલગ હોસ્પિટલોને ઈ-મેઈલ દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી.આજે બપોરે અમદાવાદ એરપોર્ટને અજાણ્યા ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ પોલીસ તેમજ બોમ્બ સ્કવોડને જાણ કરી હતી અને તેમના સ્ટાફને તમામ મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની કડક સૂચના આપી હતી. પોલીસ તેમજ બોમ્બ સ્કવોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં એરપોર્ટ પર બોમ્બ હોવાની વાત માત્ર એક અફવા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.દિલ્હીની બુરારી હોસ્પિટલ અને સંજય ગાંધી હોસ્પિટલમાં ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હી ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણએ આ મામલે તપાસ હાથધરી હતી. તપાસમાં હોસ્પિટલો અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lok Sabha Elections 2024: સુરેશ ખન્ના, માધવી લથા, અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆરએ મતદાન કર્યું, 10 રાજ્યોમાં 96 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન