Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં આ ત્રણ સ્થળે સી પ્લેનમાં જઈ શકાશે

ગુજરાતમાં આ ત્રણ સ્થળે સી પ્લેનમાં જઈ શકાશે
, મંગળવાર, 12 જૂન 2018 (12:26 IST)
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ગુજરાતમાં સી-પ્લેન એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે 3 રુટ્સ ફાઈનલ કર્યા છે. રાજ્યમાં વોટર એરડ્રોમ ઓપરેશન્સ માટે સિલેક્ટ કરવામાં આવેલા રુટ્સમાં સાબરમતી રિવરફ્રંટથી ધરોઈ ડેમનો રુટ પણ શામેલ છે.   ગુજરાતમાં થયેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધા નરેન્દ્ર મોદીએ સાબરમતી નદીથી ધરોઈ ડેમ સુધી સી-પ્લેનમાં મુસાફરી કરી હતી, જેની નોંધી વિશ્વસભરમાં લેવાઈ હતી. આ સિવાય AAI દ્વારા સાબરમતી રિવરફ્રંટથી સરદાર સરોવર ડેમ  અને સુરતમાં તાપી રિવરફ્રંટ સુધીના રુટ પર વિશ્લેષણ ચાલી રહ્યું છે.  ઘણાં બધા સ્થળોનો વિચાર કર્યા પછી આ 3 સ્થળોને પ્રી-ફીઝીબીલીટી સ્ટડી માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. AAIના અધિકારીઓ અને પ્રાઈવેટ એરલાઈનના અધિકારીઓ આ લોકેશન્સની ટુંક સમયમાં મુલાકાત લેશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે સી-પ્લેન ટૂરિઝમ પોલીસીનો પ્રસ્તાવ મુક્યો છે અને બજેટમાં તેના માટે સ્પેશિયલ ગ્રાન્ટ પણ ફાળવી છે. આ બાબતના જાણકાર એક સૂત્રએ જણાવ્યું કે, સરકારનો પ્લાન 31મી ઓક્ટોબર પહેલા સ્ટેચ્યુ ઓફ યૂનિટીનું કામ સમાપ્ત કરવાનો છે. એક વાર આ સ્ટેચ્યુ તૈયાર થઈ જશે તો દુનિયાભરના લોકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. માટે અહીંની મુલાકાત લેવા આવનારા લોકો માટે સી-પ્લેન સારો વિકલ્પ બની રહેશે.  વર્તમાન સી-પ્લેન ટૂરિઝમ પ્રમોશન પૉલિસીના પ્રસ્તાવ અંતર્ગત  રાજ્યમાં સી-પ્લેન સર્વિસ શરુ કરવા માંગતા વેન્ડર્સ માટે VGFનો પ્રસ્તાવ મુક્યો છે. કેન્દ્ર સરકાર પાસેથી પણ નાણાંકીય મદદ મળે તેવી અમને આશા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેબસાઈટથી જીવનસાથી શોધતી મહિલા સાથે 10 લાખની છેતરપિંડી