અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઈન્ટેલિજન્સ યુનિટે એક પેસેન્જર પાસેથી દોઢ કરોડથી વધુની કિંમતનું સોનું પકડી પાડ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે બેંગકોકથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટની ફલાઇટમાં કસ્ટમના અમદાવાદ એર ઇન્ટેલિજન્સ યુનિટે પૂર્વ માહિતીના આધારે પેસેન્જરને 3 કિલો સોના સાથે ઝડપી લીધો છે. સોનાના હાલના તોલા દીઠ 39400 ના ભાવ પ્રમાણે આ સોનાની કિંમત રૂ. 1.17 કરોડ થાય છે. આ પેસેન્જર સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બેંગકોકથી બેસીને અમદાવાદ આપ્યો હતો. તેણે સોનાનું ડિક્લેરેશન ન કરીને 3 કિલો સોનું ડ્યૂટી ભર્યા વગર બહાર લઇ જવા પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિ પાછળ મોટી ગેંગ સંડોવાયેલી હોય તેવું માનવામાં આવે છે. આ પહેલા પણ અમદાવાદ એરપોર્ટ પર 25 કિલો સોનું ઝડપાયું છે. જ્યારથી સોનાના ભાવ વધારો,ડ્યૂટી વધારો થવાથી વિદેશથી ટ્રાવેલ કરતા મુસાફરો જ્વેલરી, કોઇન અને ગોલ્ડ બારના રૂપમાં સોનાની ઇમ્પોર્ટ વધી છે. અત્યારે 39 ટકા જેટલી કસ્ટમ ડ્યૂટી લગાવામાં આવે છે. એટલે કે સોનાના 33 ટકા જેટલુ ભારણ હોવાથી દાણચોરી વધી છે. જેના કારણે દેશને આર્થિક નુકસાન થઇ રહ્યું છે.