Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં 4 અઠવાડિયા બંધ ટેક્સટાઇલ માર્કેટ આજથી ખુલશે, વેપારીઓમાં ઉત્સાહ

સુરતમાં 4 અઠવાડિયા બંધ ટેક્સટાઇલ માર્કેટ આજથી ખુલશે, વેપારીઓમાં ઉત્સાહ
, શુક્રવાર, 21 મે 2021 (09:17 IST)
રાજ્ય સરકારે આજથી વ્યાવસાયિક ગતિવિધિઓને અડધા દિવસની છૂટ આપતાં સુરતની ટેક્સટાઇલ માર્કેટ પણ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલશે. ગત ચાર અઠવાડિયાથી ટેક્સટાઇલ માર્કેટોમાં સંપૂર્ણ બંધ રહેલી દુકાનો આજથી ખુલતાં રિંગરોડ પર ચહેલ પહેલ જોવા મળશે. 
 
ગુજરાત સરકારે માર્કેટ ખોલવાની અનુમતિ વિશે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (ફોસ્ટા)એ શહેરના તમામ વેપારીભાઇઓને સૂચિત કર્યા છે કે આજે શુક્રવારે 21 મેથી 27 મે 2021 સુધી સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી માર્કેટોની દુકાનો ખોલી શકે છે. રાજ્ય સરકારે જાહેર કરેલા દિશા નિર્દેશોનું તમામ વેપારી ભાઇઓએ સખત પાલન કરવું પડશે. આ દરમિયાન માર્કેટોમાં તમા પ્રકારના માલની અવરજવર થશે. 
 
ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોના વાયરસના સંક્ર્મણની ચેન તોડવા માટે રાજ્ય સરકારે સુરતની ટેક્સટાઇલ માર્કેટોને ગત 28 એપ્રિલથી બંધ રાખવાની સૂચના આપી હતી. સતત ચર અતઃઅવાડિયથી સુરતની 170થી વધુ માક્રેટોની હજારો દુકાનો સંપૂર્ણપણે બંધમાં સહભાગી થઇ. આ દરમિયાન કપડાંના વેપારીઓને કરોડો રૂપિયા ગુમાવ્યા છે. કપડા માકેર્ટ માટે લગ્ન, ઇદ સહિતના તહેવારોની સિઝનમાં જ બજાર બંધ રહેવાથી કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું.
 
હવે શહેરમાં કોરોના સંક્ર્મણની ગતિ ઓછી થઇ તો રાજ્ય સરકરે આંશિક છુટછાટ આપી છે. તમામ વેપારીઓને સરકારની સૂચનાના અનુસાર કોવિડ ગાઇડલાઇનનું પાલન કરતાં દુકાનો ખોલીને વેપાર કરવા માટે કહ્યું છે. ચાર અઠવાડિયા બાદ માર્કેટ ખોલવા માટે વેપારીઓ ઉત્સાહી છે. શુક્રવારે રિંગરોડ પર વેપારીઓ અને મજૂરોની ચહેલ પહેલ જોવા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

14 વર્ષના કિશોરે પોતાના 5 મિત્રો સાથે મળીને માતાને પ્રેમીને ખતમ કરવાનો બનાવ્યો પ્લાન