Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય આચરી હત્યા કરનારને આજીવન કેદ

સુરતમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુધ્ધ કૃત્ય આચરી હત્યા કરનારને આજીવન કેદ
, બુધવાર, 29 ડિસેમ્બર 2021 (13:43 IST)
સુરતના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી જેલવાસની સજા સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.સાથે જ પીડિતના પરિવારને 20 લાખનું વળતર આપવાનું પણ કોર્ટે ચુકાદામાં નોધ્યું છે.ચુકાદો સાંભળતા નરાધમે જજ પર ચપ્પલ ફેંક્યું હતું.બાળકી તરફે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે,બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કોર્ટે ગંભીર ગણીને જીવનપર્યંત જેલવાસની સજા ફટકારી છે.સાથે જ પીડિતાના પરિવારને 20 લાખનું વળતર આપવામાં આવશે. આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માગ કરી હતી.જો કે કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે.

આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળી આવ્યા હતા તે પૂરાવા મહત્વના સાબિત થયાં હતાં.આજથી સાત-આઠ મહીના પહેલાં હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો.આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો.જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.સગીર બાળકીના દુષ્કર્મ-હત્યાકેસમાં સંડોવાયેલા આરોપી વિરુધ્ધ પોક્સો એક્ટના ભંગનો કેસની સ્પીડી ટ્રાયલ હાથ ધરવામાં આવતાં સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ માત્ર કેસ કાર્યવાહીની પાંચ જ મુદ્દતમાં કુલ 43 પૈકી 14 સાક્ષીઓને ડ્રોપ કરીને માત્ર 29 મહત્વના સાક્ષીઓની જુબાની લઈને ફરિયાદપક્ષનો કેસ સફળતાપૂર્વક રજૂ કર્યો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકારપક્ષની દલીલો પુરી થતાં આજે કોર્ટે આકરી સજા ફટકારી હતી.

આ કેસમાં ભોગ બનનાર બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઉંમરના મુદ્દે વિસંગતતાને ધ્યાન પર આવતાં ફરિયાદપક્ષે ભોગ બનનારના ઉંમરના અન્ય પુરાવા હોવા છતાં તાકીદે ભોગ બનનાર બાળકીના વતનની સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ રજૂ કરીને વધારોના પુરાવો રજુ કર્યો હતો.જેથી કોર્ટે આરોપીના વિશેષ નિવેદન તથા સરકા રપક્ષના વધારાના પુરાવા અને દલીલો બાદ આજે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જે યુવકે ચેહરા પર ફેક્યુ એસિડ, યુવતીએ તેની જ સાથે કરી લીધા લગ્ન