Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં રોજ સરેરાશ 20 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત નિપજે છે, 3 વર્ષમાં 22 હજાર કરતાં વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો

ગુજરાતમાં રોજ સરેરાશ 20 વ્યક્તિઓના માર્ગ અકસ્માતમાં મોત નિપજે છે, 3 વર્ષમાં 22 હજાર કરતાં વધુ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો
, સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (10:46 IST)
રાજ્યમાં માર્ગ અકસ્માતની દરરોજ 50 ઘટનાઓ નોંધાય છે, નેશનલ હાઈવે પર અકસ્માતમાં 3 વર્ષમાં કુલ 6214 ના મોત
 
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે વિશ્વમાં રોડ અકસ્માતોમાં ભોગ બનનારાઓમાં ભારતીયોની સંખ્યા ૧૦ ટકા છે. માર્ગ અકસ્માત મામલે ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે. ગુજરાતમાં 3 વર્ષમાં 22 હજાર 675 વ્યક્તિના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા છે. આમ, પ્રતિ દિવસે દરરોજ સરેરાશ માર્ગ અકસ્માતની 51 ઘટના નોંધાય છે અને તેમાં સરેરાશ 20 થી વધુ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે.
3 વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ 13.80 લાખ ઘટના નોંધાઇ 
2017થી 2019 એમ 3 વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ 13.80 લાખ ઘટના નોંધાઇ છે અને તેમાં 4.50 લાખ વ્યક્તિના મૃત્યુ થયા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 2017માં 7289, 2018માં 7996 અને 2019માં 7390 વ્યક્તિએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. આમ, 3 વર્ષથી માર્ગ અકસ્માતમાં 7 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે. 2019માં દેશના જે રાજ્યોમાં સૌથી વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હોય તેમાં ઉત્તર પ્રદેશ 22 હજાર 655 સાથે મોખરે, મહારાષ્ટ્ર 12 હજાર 788 સાથે બીજા, મધ્ય પ્રદેશ 11 હજાર 249 સાથે ત્રીજા, કર્ણાટક 10 હજાર 949 સાથે ચોથા અને રાજસ્થાન 10 હજાર 563 સાથે પાંચમાં સ્થાને છે. ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થઇ રહ્યો છે. માર્ગ અકસ્માતની 2017માં 19 હજાર 81, 2018માં 18 હજાર 769 અને 2019માં 17 હજાર 46 ઘટનાઓ નોંધાઇ હતી.
દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતની 4,19,500 ઘટનાઓ નોંધાઈ
સમગ્ર દેશમાં 2017થી 2019માં નેશનલ હાઇ વે પર અકસ્માતની કુલ  4 લાખ 19 હજાર 500 ઘટનાઓ નોંધાઇ છે અને તેમાં 1 લાખ 61 હજાર 99 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં નેશનલ હાઇ વે પર અકસ્માતમાં 2017માં 2145, 2018માં 2171 અને 2019માં 1898 એમ કુલ 6214ના મૃત્યુ થયા છે. આમ, પ્રત્યેક દિવસે સરેરાશ 6 વ્યક્તિ નેશનલ હાઇવેમાં પોતાનો જીવ ગુમાવે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં નેશનલ હાઇ વે પર અકસ્માતની કુલ 11 હજાર 841 ઘટનાઓ નોંધાઇ હતી. 2019માં દેશના જે રાજ્યમાં નેશનલ હાઇવે પર અકસ્માતમાં મૃત્યુની સૌથી વધુ ઘટનાઓ નોંધાઇ હોય તેમાં ઉત્તર પ્રદેશ 8830 સાથે મોખરે છે.
વાહનની સ્પીડના કારણે ઘણીવાર દુર્ધટના થતી હોય છે
ગુજરાત સરકારનો દાવો હતો કે 2020 સુધીમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવશે. આ ટારગેટને પૂર્ણ કરવા માટે હાઇવે તેમજ શહેરના માર્ગો પર ટ્રાફિક પોલીસ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી ટ્રાફિકનો ભંગ કરતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. સર્વે પ્રમાણે અકસ્માતોમાં સૌથી વધુ જીવ ગુમાવનારા વર્ગમાં 22 થી 35 વર્ષના યુવાનો છે. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દરમ્યાન પોલીસ વાહનચાલકોને હેલ્મેટ, સીટ બેલ્ટ પહેરવાનો આગ્રહ રાખે છે, એ ઉપરાંત ટ્રાફિકના નિયમો સમજાવે છે. માર્ગ અકસ્માતો ના થાય તે માટે હાઇવે પર સાઇન બોર્ડ બનાવવામાં આવેલા છે છતાં વાહનની સ્પીડના કારણે ઘણીવાર દુર્ધટના થતી હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૂંટણી બાદ ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સરકાર અને શિક્ષણ વિભાગની વિચારણા,ચૂંટણી બાદ સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે