Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 March 2025
webdunia

અમદાવાદમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાઇ, હાઇરાઇઝ બિલ્ડીંગની દિવાલ ધરાશાયી

અમદાવાદમાં મોડી રાત્રે દુર્ઘટના સર્જાઇ, હાઇરાઇઝ બિલ્ડીંગની દિવાલ ધરાશાયી
, મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (10:16 IST)
અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલા વૈષ્ણણ દેવી સર્કલા પાસે એક મોટી હોનારત સર્જાઇ હતી. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ ન હતી. જેમાં હાઇરાઇઝ બિલ્ડીંગની દીવાલ ધરારાશાયી થતાં બાજુમાં પાર્ક કરેલી ગાડીઓ ધડાધડ ખાડામાં ખાબકી હતી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી જાસમેન ગ્રીન 1 પાસે નવી બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 
બાજુના હાઇરાઈઝ બિલ્ડીંગની દીવાલ ધરાશાયી થતા પાર્ક કરાયેલી ગાડીઓ ખોદકામ કરાયેલા ખાડામાં 3 થી 4 ગાડીઓ ખાબકી હતી. એટલું જ નહીં નવી બની રહેલી બિલ્ડિંગના ખોદકામમાં બે માળ ઊંડા ખાડામાં ધડાધડ એક પછી એક કાર ખાબકતા લોકો દોડી આવતા લોકોના ટોળેટોળા વળી ગયા હતા. 
 
બાજુમાં બનીર અહેલા બિલ્ડીંગના બેઝમેન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બાજુમાં આવેલી બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થઇ હતી. જેના લીધે તેમના બેઝમેન્ટ પાર્ક કરેલી કેટલીક ગાડીઓ ખાબકી હતી. બે થી 3 માળ જેટલા ઉંડા ખાડમાં ઘણી કાર ખાબકી ગઇ હતી. જેને લીધે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો. 
 
આ ઘટનામાં અંડરગ્રાઉન પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પણ થયું છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને મળતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે જગ્યાએ દિવાલ ઘસી ગઈ છે ત્યા નજીકમાં કંસ્ટ્રક્શન કંપનીનું કામ ચાલી રહ્યું છે. જાસ્મીન ગ્રીન 1માં દિવાલ ઘસી પડવાની ઘટના બની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત દુષ્કર્મ કેસ : 11 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરી હત્યા કરનાર તાળાની મદદથી કઈ રીતે પકડાયો?