Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેપર લીક કોભાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનો અને યુથ વીંગ દ્વારા ભાજપ કાર્યાલય કમલમને ધેરવામા આવ્યું

પેપર લીક કોભાંડના વિરોધમાં  આમ આદમી પાર્ટીનો અને યુથ વીંગ દ્વારા ભાજપ કાર્યાલય કમલમને ધેરવામા આવ્યું
, સોમવાર, 20 ડિસેમ્બર 2021 (15:11 IST)
સાણંદના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું. આ બનાવમાં 11 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ત્યારે AAP ગુજરાતના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. જોકે પોલીસે તેમની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. પોલીસે કેટલાક નેતાઓ પર ડંડાઓ વરસાવ્યા હતા, જેમાં કેટલાક ઘાયલ થયાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આપ નેતા ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ,મનોજ સોરઠીયા સહિતના નેતાઓ સ્થળ પર હાજર
 
*આમ આદમી યુથ વિંગના પ્રમુખ પ્રવીણ રામ તેમજ નિખિલ સવાણી સહિત યુથ વિંગના ગુજરાત લેવલના હોદેદારો જોડાયા વિરોધમાં
 
સી આર પાટિલને પેપર કાંડ મુદ્દે ચેતવણી પત્ર આપવા કમલમ ખાતે પહોશી આમ આદમી પાર્ટીની ટીમ
 
પેપર કાંડ મુદ્દે અસિત વોરાને એમના પદ પરથી હટાવવા આમ આદમી પાર્ટીની માંગ
 
ભરતીમાં સંડોવાયેલા તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવા અને અટકી પડેલી તમામ ભરતીઓ પૂર્ણ કરવા આમ આદમી પાર્ટીની માંગ
 
આમ આદમી પાર્ટી અને યુથ વિગ ગુજરાતના બેરોજગાર યુવાનોની સાથે :- પ્રવીણ રામ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Year Ender 2021: આ વર્ષે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ ફૂડ ટૉપ પર રહ્યા હતા