Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ, 4 હજારની ઉઘરાણી માટે રાજકીય કરિયર પતાવવાનું કહ્યું

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ, 4 હજારની ઉઘરાણી માટે રાજકીય કરિયર પતાવવાનું કહ્યું
, શનિવાર, 14 ઑગસ્ટ 2021 (09:05 IST)
આપની મહિલા કાર્યકર સપના રાજપૂતના પતિએ દોઢ વર્ષ પહેલા આમ આદમી પાર્ટી સુરત શહેરના મહામંત્રી ગૌતમ પટેલ (જલારામ નગર પાંડેસરા) પાસેથી વ્યાજે 4 હજારની રકમ લીધી હતી. ચંદુ પટેલે 4 હજાર સામે 10 હજારની માંગણી કરી રાજકીય કારકિર્દી ખતમ કરી દેવાની ધમકી આપતા મહિલાએ ડિપ્રેશનમાં આવી એક સાથે 20 ગોળીઓ ખાઈ ડાબા હાથની નસ કાપી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગૌતમ પટેલ સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. મૂળ યુપીના અને ભેસ્તાન આકાશ દર્શન સોસાયટીમાં રહેતા અજય રાજપૂતે દોઢ વર્ષ પહેલા 4 હજાર ગૌતમ પટેલ પાસેથી વ્યાજે લીધા હતા. રકમ ચૂકવી ન શકતા ગૌતમ પટેલે અજયની પત્ની સપના રાજપૂત પાસે 4 હજારની સામે 10 હજારની માંગણી કરી હતી. ગૌતમ પટેલે કહ્યું હતું કે, ઘર વખરીના પૈસા નથી અને તુ શું માથું ઊચું કરીને માર્કેટમાં ફરે છે. મને વ્યાજ સાથે પૂરેપૂરા દસ હજાર રૂપિયા આપે દે, નહિંતર તારી રાજકીય કારકિર્દી ખતમ કરી નાખીશ. સપના રાજપૂતે વોર્ડ નં. 29માંથી પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

75મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે કરાશે, મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે