રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર દારૂનો જથ્થો હાથ લાગ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂની પેટી મળી આવી છે. સિવિલ ખાતેથી દારૂની ચાર પેટી મળતા પ્રદ્યુમન પોલીસ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂના જથ્થાને કબજે લઈને આગળની તપાસ શરુ કરી છે. આ અગાઉ પણ એક ડૉક્ટર નશાની હાલતમાં ફરજ પર હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ હવે સિવિલના ઈમર્જન્સી વોર્ડ પાસેથી દારૂનો જથ્થો મળી આવતા હોબાળો થયો હતો.
પોલીસની તપાસ બાદ કમલેશ દેવીપુજક નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના અહેવાલ અનુસાર, કમલેશ દેવીપુજક તબીબોને દારૂની સપ્લાય કરતો હતો. આ અંગે હજુ પોલીસ તપાસ કરી રહી છે. કમલેશના ફોનની તપાસમાં બાદ વધારે માહિતી મળી શકવાની સંભાવના છે.હાલ પોલીસે કમલેશ નામના શખ્સની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી છે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં દારૂ કોઈને દેવા માટે આવ્યો હતો કે કેમ? તેમજ આ દારૂનો જથો કોની પાસેથી પોતે લાવ્યો હતો? અને અગાઉ કોઈ વખત અન્ય કોઈ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે કે કેમ સહીત દિશામાં તપાસ હાથ ધરી છે.