Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાહુલ ગાંધીની ED સમક્ષ હાજરીને લઈ અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યાં

રાહુલ ગાંધીની ED સમક્ષ હાજરીને લઈ અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યાં
, સોમવાર, 13 જૂન 2022 (11:31 IST)
આજે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ED સમક્ષ હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી પોતાનો વિરોધ નોંધાવશે. જેને લઇને અમદાવાદ ખાતે પણ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જેને લઈને કોંગ્રેસી કાર્યકરોની GMDC ખાતે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. જ્યાં સુધી રાહુલ ગાંધીની કચેરીમાં પૂછપરછ થશે ત્યાં સુધી કોંગ્રેસના ધરણાંનો કાર્યક્રમ ચાલશે. ત્યાર બાદ શહેરના મેમનગર વિસ્તાર પાસે સ્થિત EDની કચેરી ખાતે રેલી યોજી વિરોધ નોંધાવશે.કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ધરણા કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા છે. જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેઓ અહિંસક રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ જો પરવાનગી નહીં આપવામાં આવે તો પણ તેઓ ભાજપ સામે પરાવાનગી વિના વિરોધ કરશે. GMDC ખાતે ધરણા કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા પહોંચ્યા છે. સુખરામ રાઠવાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરૂપયોગ કરીને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે. એટલું જ નહીં પરંતુ જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે, તેના કાર્યકરોને પણ ખોટી રીતે હેરાન કરવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન અને નવા નિમાયેલ NSUI ના પ્રમુખ પોતાના સમર્થકો સાથે ધરણાના કાર્યક્રમમાં પહોંચ્યા છે. શહેઝાદ ખાન અને નરેન્દ્ર સોલંકી બંને નેતાઓએ પોતાના કાર્યકર્તાઓ સાથે સુત્રોચ્ચાર કર્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે અમદાવાદીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે, નહીં તો કોર્પોરેશનની ટીમ દંડ ફટકારશે