Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અંબાજીની ઘાટીમાં ભક્તોની ભરેલી જીપ ખીણમાં ખાબકી, 6 શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા

અંબાજીની ઘાટીમાં ભક્તોની ભરેલી જીપ ખીણમાં ખાબકી, 6 શ્રદ્ધાળુઓના જીવ તાળવે ચોંટ્યા
, ગુરુવાર, 18 નવેમ્બર 2021 (13:29 IST)
અંબાજી તરફ જવાનો માર્ગ એક્સીડન્ટ ઝોન તરીકે ઓળખાય છે. અવાર નવાર આ માર્ગ પર અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. ત્યારે બુધવારે રાત્રે અંબાજી નજીક  નજીક શીતળા માતાના મંદિર પાસેની ઘાટીમાં વહેલી સવારે એક જીપ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 6 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમાંથી બે શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી નજીક બુધવારે રાત્રે GJ 17 AK 0411 ના જીપ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં જીપ 30 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો અંબાજીની જનરલ હોસ્પિટલમા સારવાર આપવામાં આવી છે. આ ભક્તો હાલોલના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Paytm IPO લિસ્ટિંગ બાદ રડ્યા CEO વિજય શેખર શર્મા, શેર માર્કેટમાં થયું મોટું નુકસાન