Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

ઉમરગામ GIDCમાં એક કંપનીમાં લાગેલી આગ ત્રણ કંપનીમાં પ્રસરી

Umargam GIDC
, રવિવાર, 19 નવેમ્બર 2023 (13:44 IST)
ઉમરગામમાં GIDCમાં સ્થિત એક કંપનીમાં વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આ આગ એટલી હદે વિકરાળ બની હતી કે, આસપાસની ત્રણેક ફેક્ટરીઓમાં ફેલાઈ ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની સાતથી વધુ ગાડીઓ દોડતી થઈ ગઈ હતી.

આગ એટલી વિકરાળ હતી કે બે-ત્રણ કિલોમીટર દૂરથી જ ધૂમાડા દેખાઈ રહ્યા હતા. પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉમરગામ GIDCમાં આજે વહેલી સવારે ભારત રીજુમ અને રાજીવ ગરમેન્ટ કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઉમરગામ GIDC ફાયર ફાઈટરની સાતેક ગાડીઓ દોડી આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કર્યા છે. સેલવાસ દમણથી પણ ફાયરની ટીમો બોલાવવામાં આવી છે. કંપનીમાં કાપડ રહેલું મટીરીયલ હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ફાયરની ટીમને મોટો પડકાર આવી રહ્યો છે. આગની ઘટનામાં હજુ સુધી સદનસીબે કોઈ જાનહાનિની ખબર સામે આવી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs AUS Final Live Updates: ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીત્યો, પહેલા બૉલિંગ કરશે