Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Hit and run - શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જતાં ભાઇ-બહેનને કારે ટક્કર મારતાં બંનેના ઘટના સ્થળે મોત

Hit and run - શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જતાં ભાઇ-બહેનને કારે ટક્કર મારતાં બંનેના ઘટના સ્થળે મોત
, મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (12:56 IST)
રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. હજુ ગઇકાલે જ અમરેલના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરની એક ભૂલે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વધુ એક ગોજારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસેથી સામે આવી છે, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક બાળકી પોતાના પિતરાઇ ભાઇને લઇને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા લઇને જતી હતી ત્યારે ઇનોવા કારે ટક્ક મારી બંન્ને ભાઇ બહેનનો જીવ લીધો છે.આ અંગે મળતી માહિતી મુજબ, પોરબદર-જામનગર રોડ પર દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે આજે સવારે આરતી રમેશભાઈ ગોહેલ નામની 14 વર્ષની બાળકી પોતાના ત્રણ વર્ષના પિતરાઈ ભાઈ મીત નિલેશભાઇ ગોહેલને લઇ શેરી શિક્ષણમાં અભ્યાસ માટે જતી હતી તેવા સમયે રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કાર (નં. GJ-01-HS-0188)એ હડફેટે લેતા ઘટના સ્થળે જ બંને બાળકોના મોત નીપજ્યા હતા.

આ ગોજારી ઘટના બનતા જ ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતહેદનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર કાર પુરઝડપે આવી હતી અને બન્ને બાળકોને હડફેટે લઈ કાર એક ખેતરની દીવાલ તોડી અંદર ઘૂસી ગઈ હતી. જોકે, કાર ચાલક નાશી છૂટ્યો છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદીએ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહ ધરાવતા પાઠવી શુભેચ્છા