Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિજયનગરમાં લિવ ઇનમાં રહેતા 75 વર્ષના દાદા અને 73 વર્ષના દાદીએ ધામધૂમથી ફર્યા ફેરા

A 75-year-old grandfather and a 73-year-old grandmother living in a live-in in Vijayanagar moved around with fanfare.
, બુધવાર, 20 ડિસેમ્બર 2023 (22:19 IST)
A 75-year-old grandfather and a 73-year-old grandmother living in a live-in in Vijayanagar moved around with fanfare.
વિજયનગરના ગરાસિયા સમાજમાં 75 અને 60 વર્ષીય વરરાજા અને 73 અને 58 વર્ષનાં માજી કન્યાના લગ્ન લેવાતાં કુતૂહલ સર્જાયું છે. જેમાં સંતાનોના ઘરે પણ સંતાનો થયા બાદ મોટી ઉંમરે સમાજના રિતરિવાજ મુજબ આ બંને વરરાજાઓએ પોતાની મનગમતી યુવતી સાથે લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ તેમની બીજી પેઢીની ઉપસ્થિતિમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.આ બંને વર કન્યાએ પોતાના સંતાનોની હાજરીમાં જ વિધિવત લગ્ન કરી લઈને સમાજની પ્રાચીન સામાજિક પ્રથાને અનુમોદન આપ્યું હતું.  તમને નવાઈ લાગશે કે, આ લગ્નમાં તેમના દીકરા દીકરીઓ અને પૌત્ર પૌત્રીઓ સહિત 18 સભ્યો મન મૂકીને નાચ્યા હતા.

તમને આ લગ્ન વિશે જાણીને નવાઈ લાગશે પણ સાબરકાંઠા જિલ્લાના ગરાસીયા સમાજમાં આટલી ઉંમરે લગ્ન કરવા એ કોઈ નવાઈની વાત નથી. અહીં યોજાયેલા નગજીભાઈ મંગળાજી રોજડ અને તેમની પત્ની વેચાતી બહેન અત્યાર સુધી લીવ ઇન રિલેશનશિપમાં જ રહેતા હતા. પરંતુ સમાજના રિવાજો મુજબ વિધિવત રીતે લગ્ન કર્યા ન હોય અને આવા દંપતીમાંથી જ્યારે કોઈ એકનું અવસાન થાય ત્યારે મરણોત્તર વિધિ નથી થઈ શકતી. ઉત્તર ક્રિયા માટે કાયદેસર લગ્ન કરેલા હોવા જોઈએ. ત્યારે અત્યાર સુધી લીવ ઇન રિલેશનમાં રહેતા આ દંપતીએ જીવનની આથમતી ઉંમરે લગ્ન કરી સમાજના રીતી રિવાજોને જીવંત રાખ્યા હતા. જીવનની સંધ્યાએ યોજાયેલા આ દંપતીના લગનમાં આખું ગામ ઉમટ્યુ હતું. ઢોલ નગારા સાથે  મંગળ ગીતો ગવાયા હતા અને વાજતે ગાજતે સંતાનોએ માતા-પિતાના આ લગ્નને વધાવ્યા હતા.

ગરાસિયા સમાજના રિતીરિવાજ અનુસાર કુંવારા વ્યક્તિના મૃત્યુ સમયે મુશ્કેલી પડે છેગરાસિયા સમાજના રિતીરિવાજ અનુસાર કુંવારા વ્યક્તિ દ્વારા લગ્ન બાદ તેમના મૃત્યુ સમયે મુશ્કેલી પડતી હોય છે.જેમાં સમાજના કુંવારા વ્યક્તિ ના મૃત્યુ અંગેના નિયમોને અનુસરવા પડતા હોય છે જેને લીધે કુંવારા સ્ત્રી પુરૂષો એ સમાજના નિયમો અનુસાર મૃત્યુ પહેલા લગ્ન કરવા જરૂરી હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

New Criminal Law - મોબ લિંચિંગ, સેક્સ ટ્રેપ, સંપત્તિ જપ્ત... નવા કાયદામાં શું છે સજા, જાણો અમિત શાહે શું કહ્યું