Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદ સિવિલમાં 78 બાળકોની સારવાર થઈ, ઓક્સિજન સપોર્ટ અને વેન્ટિલેટર પર કુલ ચાર બાળ દર્દીઓની સારવાર ચાલુ

અમદાવાદ સિવિલમાં 78 બાળકોની સારવાર થઈ, ઓક્સિજન સપોર્ટ અને વેન્ટિલેટર પર કુલ ચાર બાળ દર્દીઓની સારવાર ચાલુ
, શુક્રવાર, 28 મે 2021 (09:49 IST)
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થાય તેવી દહેશત નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે, પરંતુ બીજી લહેરમાં પણ ઘણાં બાળકો સંક્રમિત થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલમાં 150  શંકાસ્પદ બાળદર્દીઓ દાખલ થયા હતા અને 78નો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર કરવમાં આવી હતી. હાલની પરિસ્થિતિ સિવિલમાં નવ બાળકો સારવાર હેઠળ છે. જે પૈકી બે બાળકો ઓક્સિજન સપોર્ટ પર અને બે વેન્ટિલેટર પર છે. બીજી લહેરમાં દાખલ કરવા પડે તેવાં બાળદર્દીઓની સંખ્યા વધતા અહીં અલગ કોવિડ વોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો. દાખલ થયેલા  કુલ 150 શંકાસ્પદ દર્દીઓ પૈકી 78નો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા અહીં તેમની સારવાર કરવામાં આવી હતી. જેમાથી 90 ટકા બાળકો ઝડપથી સાજા થયા હતા, જ્યારે અન્ય બાળકોની સારવાર માટે વિશેષ પ્રયત્નોની જરુર પડી હતી. આ ઉપરાંથી ત્રણથી ચાર ટકા બાળકોને ICUમાં દાખલ કરી તેમનું મોનિટરીંગ કરવાની ફરજ પડી હતી. અલગ વોર્ડમાં માત્ર બાળકો હોવાથી તેમની સાથે એક પરિવારજન પણ રહી શકે તેવી વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી હતી. કોરોનાની ત્રીજી લહેરની પાર્શ્વભૂમિ પર રાજ્યની સરકારી મેડિકલ કોલેજના બાળકો માટેના બેડની સંખ્યા વધારીને 2250 બેડ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમ જ ICUમાં બેડની સંખ્યા બમણી કરવામાં આવશે. રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં બાળકો માટે અને નવજાત શિશુઓના આઈસીયુમાં બેડની સંખ્યા ઓછી છે. હોસ્પિટલોમાં પણ બાળકો માટેના બેડની સંખ્યા ઓછી છે. ત્રીજી લહેર માટે તકેદારી રૂપે મેડિકલ શિક્ષણ વિભાગે તૈયારી શરૂ કરી છે. સરકારી મેડિકલ કોલેજોમાં આઈસીયુમાં બેડની સંખ્યા બમણી કરવામાં આવશે. મોટી સરકારી કોલેજોમાં 40 બેડની અને નાની કોલેજોમાં 20 બેડનો ICU શરૂ કરવામાં આવશે. નવજાત શિશુઓના ICUમાં અત્યારે બેડની સંખ્યા 10 છે જે બમણી કરવામાં આવશે. આ કોલેજોમાં જનરલ બેડની સંખ્યા પણ 20 અને 40 છે. એમાં વધારો કરીને નાની કોલેજોમાં 50 અને મોટી કોલેજોમાં 100 બેડ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. આમ કુલ 2250 બેડ બાળકો માટે ઉપલબ્ધ કરી આપવામાં આવશે. કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો આવવાના કારણે સિવિલમાં અત્યારે 70 ટકાથી પણ વધુ બેડ ખાલી છે. તેથી આગામી આયોજન માટે હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરે સિવિલના તબીબો વચ્ચે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં અત્યારે ઉપલબ્ધ બેડ, દવા અને સાધનોની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આગામી આયોજનો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાઉ-તે વાવાઝોડા બાદ ફરીવાર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી