Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યમાં ભારે વરસાદને કારણે 7 વ્યક્તિઓના મૃત્યુ, 1696 લોકોનું રેસ્ક્યુ કરાયું

rain in gujarat
ગાંધીનગર , મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (19:06 IST)
rain in gujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ યોજીને કરી હતી.સમગ્ર રાજ્યમાં ૨૭ ઓગસ્ટ સવારના ૧૦ વાગ્યા સુધીની સ્થિતિએ મોસમનો સરેરાશ ૯૯.૬૬ ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમના કિસ્સામાં નિયમાનુસારની સહાય ચૂકવવાની કાર્યવાહી ત્વરાએ હાથ ધરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી.
૨૦૬ જળાશયોમાં હાલ જળસંગ્રહ ક્ષમતાના ૭૨.૭૩% જેટલું પાણી
મંગળવારે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૧૪૨ મિ.મી. વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને પરિણામે રાજ્યના ૧૫ નદીઓ તથા ૨૧ તળાવો અને ડેમ ઓવરફ્લો થયા છે તેની સમીક્ષા કરતા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી હતી કે આવા નદી, નાળા, તળાવમાં કોઈપણ વ્યક્તિ જાય નહિ તેની સંપૂર્ણ તકેદારી અને સાવધાની રાખવી જરૂરી છે.રાજ્યના જળાશયોની સમીક્ષા દરમ્યાન જણાવવામાં આવ્યું હતું કે, ૨૦૬ જળાશયોમાં હાલ જળસંગ્રહ ક્ષમતાના ૭૨.૭૩% જેટલું પાણી આવ્યું છે. ૭૬ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે, ૯૬ને હાઈએલર્ટ પર તથા ૧૯ને એલર્ટ પર મૂકવામાં આવેલા છે.
૨૩,૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
રાજ્ય સરકારને  આ વરસાદી આફતમાં બચાવ કામગીરી સહિતની મદદ માટે આર્મીની 6 કોલમ ફાળવવામાં આવી છે. ઉપરાંત NDRF ની 14 પ્લાટૂન અને એસડીઆર એફની 22 પ્લાટૂન પણ સહાયક બની છે.આર્મીની 6 કોલમ દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા અને મોરબી તથા રાજકોટ જિલ્લામાં બચાવ રાહત માટે તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત નેવી અને કોસ્ટગાર્ડ પણ બચાવ-રાહત કામગીરીમાં જોડાયાં છે. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૮૭૧ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ ૧,૬૯૬ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
 
રાજ્યમાં કુલ ૮૦૬ જેટલા જે માર્ગો બંધ
રાજ્યમાં ભારે વરસાદને કારણે દિવાલ પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી તથા ઝાડ પડવાની દુર્ઘટનામાં કુલ ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. તેમના કિસ્સામાં નિયમાનુસારની સહાય ચૂકવવાની કાર્યવાહી ત્વરાએ હાથ ધરવા બેઠકમાં સૂચનાઓ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ભારે વરસાદને કારણે ગામો-નગરોમાં વીજ પુરવઠાને થયેલી અસરોની પણ વિગતો મેળવી હતી.કુલ ૮૮૨૪ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી તેમાથી ૭૮૦૬માં સ્થિતિ પૂર્વવત થઈ ગઈ છે. ૬૬૧૫ વીજ થાંભલા ક્ષતિગ્રસ્ત હતા તેમાંથી ૬૦૩૩નું દુરસ્તી કાર્ય પૂરુ થઈ ગયું છે.મુખ્યમંત્રીએ વરસાદને કારણે રાજ્યમાં માર્ગો પર ઝાડ પડી જવા, રસ્તાઓ તૂટી જવા વગેરે કારણોસર રાજ્યમાં કુલ ૮૦૬ જેટલા જે માર્ગો બંધ છે તે માટે વરસાદ અટકે કે તુર્ત જ સત્વરે મરામત કામગીરી ઉપાડી પૂર્વવત વાહન વ્યવહાર યોગ્ય બનાવવા માર્ગ મકાન વિભાગને તાકીદ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટમાં આજથી લોકમેળો રદ્દ, સ્ટોલધારકોની ભાડાની રકમ અને ડિપોઝીટ રિફંડ કરાશે