Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં 'પિસ્તોલ'ની અણીએ 6.83 લાખની લૂંટ

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં 'પિસ્તોલ'ની અણીએ 6.83 લાખની લૂંટ
, મંગળવાર, 14 જૂન 2022 (13:34 IST)
સુરતના કડોદરા ચાર રસ્તા પાસે પોલીસ ચોકીની સામે આવેલી સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપ.બેંકની શાખામાં ગત રોજ ધોળાં દિવસે લૂંટ થઈ હતી. 4 વાગ્યાના સમયે એક લૂંટારું મોઢા પર માસ્ક પહેરીને બેંકમાં ઘુસી, ડુપ્લિકેટ પિસ્તોલ જેવુ હથિયારથી 4 કર્મચારીઓને બાનમાં લઇ, રૂમમાં પુરી ઘૂંટણે બેસાડીને માત્ર 4 મિનિટમાં કેશમાંથી 6,83,967 લાખ રૂપિયાની લૂંટ કરી ભાગી ગયો હતો.

મેઇન રસ્તા પર લૂંટની ઘટનાને પગપાળા આવેલ લૂંટારું ઘટનાને અંજામ આપી ગયો હતો. લૂંટની ઘટનાને પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. મોતા ગામે અગાઉ ઓક્ટોબરમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની શાખમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેનો હજુ ભેદ ઉકેલાયો નથી. ત્યા ફરી કડોદરામાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં લૂંટ થઈ છે. હાલ તો પોલીસ સીસીટીવી આધારે તપાસ કરી રહી છે.કડોદરા ચાર રસ્તા નજીક વામદોત પેટ્રોલપંપની બાજુમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં પહેલા માળે સુરત ડિસ્ટ્રીકટ કો-ઓપ.બેંકની કડોદરા શાખા આવેલી છે. સોમવારે સાંજે 4 વાગ્યાના અરસામાં બેંકમાં ગ્રાહકના સ્વાંગમાં એક લૂંટારું યુવક માથા પર ટોપી અને મોઢા પર માસ્ક પહેરીને ઘુસી ગયો હતો.

પહેલા બેંકના એટીએમ મશીન તરફ જઈ બેંકની અંદરની પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ, સીધો બેંકમાં ઘુસી ગયો હતો. આ સમયે બેંકમાં મેનેજર ધવલ પટેલ અન્ય એક પુરુષ કર્મચારી અને 2 મહિલા કર્મચારી મળી કુલ 4 કર્મચારીઓ હાજર હતા.અચાનક લૂંટારુંએ તેની પાસેની થેલીમાંથી પિસ્તોલ જેવું હથિયાર બતાવી ચલો પૈસા નિકાલો, પૈસા નિકાલો કહી તમામ કર્મચારીઓના ફોન ફેંકાવી, ઘૂંટણે બેસાડયાં હતા. તમામને બંધક બનાવી બાદમાં બેંકમાંથી કેશ બારી પાસે જઈ એક બેગમાં 6,83,967 લાખ રૂપિયા ભરીને લૂંટ ચલાવી, બેંકના મુખ્ય દરવાજાને તાળું મારી ભાગી છૂટ્યો હતો. ધોળા દિવસે ભરચક વિસ્તાર અને મુખ્યમાર્ગ પર લૂંટ થવાની ઘટનાને લઈ એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gold Price Down : સોનુ-ચાંદી થયુ વધુ સસ્તુ, લગ્નની સીઝનમાં પણ 50 હજારની નીકટ પહોચ્યો 10 ગ્રામ સોનાનો ભાવ