Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં વર્ષ 2021માં એઇડ્સના 555 નવા કેસ, સેક્સ વર્કર્સ, ટ્રકર અને ટ્રાન્સજેન્ડરનો એકપણ કેસ નહીં

અમદાવાદમાં વર્ષ 2021માં એઇડ્સના 555 નવા કેસ, સેક્સ વર્કર્સ, ટ્રકર અને ટ્રાન્સજેન્ડરનો એકપણ કેસ નહીં
, બુધવાર, 1 ડિસેમ્બર 2021 (10:15 IST)
1 ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ચોક્કસ થીમ પર ઉજવાય છે ત્યારે આજે “અસમાનતાઓને સમાપ્ત કરો, એઇડ્સ સમાપ્ત કરો,”ની થીમ પર વિશ્વ એઈડ્સ દિવસની વૈશ્વિક સ્તરે ઉજવણી થઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એઇડ્સ કંન્ટ્રોલ સોસાયટી દ્વારા એઇડ્સને નાબૂદ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદમાં HIVના કેસમા નોંધપાત્ર ઘટાડો છે. છેલ્લા 4 વર્ષમાં મહત્વની સફળતા મળી છે. અમદાવાદ શહેરમાં સેક્સવર્કર્સ, ટ્રકર, અને ટ્રાન્સજેન્ડરમા HIV(હ્યુમન ઇમ્યુનોડિફેસિયન્સી વાઇરસ ઇન્ફેક્શન એન્ડ એક્વાયર્ડ ઇમ્યુન ડિફેશિયન્સી સિન્ડ્રોમ)નો એકપણ કેસ નોંધાયો નથી. AMC-એઈડ્સ કંટ્રોલ સોસાયટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું કે 2019-2020માં 2,29,994નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 1400 આસપાસ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. 2020-2021માં કોરોનાકાળ હોવાછતાં પણ 1,21,611ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 756 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે 1,03,902ના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 555 કેસ સામે આવ્યા છે. આમ પોઝિટિવિટી રેટમાં ઘટાડો આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના પ્રયાસો રંગ લાવ્યા છે. વર્ષ 2020ના કેસની સરખામણીએ 2021ના વર્ષમાં પોઝિટિવિટી રેટ 0.62 ટકા થયો છે. સેક્સ વર્કર બહેનોમાં કેસોની વાત કરીએ તો 0.06 ટકા પ્રમાણ હતું જે ઘટીને 0.00 ટકા થયું છે, MSM (મેન વ્હૂ હેવ સેક્સ વીથ મેન)માં પ્રમાણ 0.15 ટકાથી વધીને 0.25 ટકા, IDU(ઇન્જેક્ટિંગ ડ્રગ યુઝ) 0.00 ટકાથી વધીને 0.30 ટકા થયું છે, ટ્રાન્સજેન્ડરમાં 0.00 ટકા યથાવત રહ્યું છે.માઈગ્રન્ટમાં 0.08 ટકા હતું જે વધીને 0.11 ટકા અને ટ્રકર(ટ્રક ડ્રાઇવરો)માં 0.00 ટકા પ્રમાણ યથાવત રહ્યું છે.HIV તપાસની સેવાઓમાં HIVનું પ્રમાણ વર્ષ 2015-16માં 1.41 ટકા હતું. સગર્ભા માતામાં 2015-16માં 1.41 ટકા હતું. જે ઘટીને વર્ષ 2020-21માં 0.04 ટકા થયું છે. રક્ત સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત 2015-16માં સ્વૈચ્છિક રક્તદાન 1,37,513 યુનિટ હતું, જે વધીને 2019-20માં 1,55,846 યુનિટ મેળવ્યું છે.નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ દરેક ગર્ભવતી મહિલાઓની એચ.આઈ.વી. તપાસ જરૂરી છે. અમદાવાદમાં 4 પી.પી.ટી.સી.ટી. કેન્દ્રો આવેલા છે. જેમાં વાર્ષિક કુલ 1,38,907(વર્ષ 2020-2021) બહેનોનું HIV પરિક્ષણ કરવામાં આવ્યું હતું તથા એપ્રિલ 2021થી ઓક્ટોબર-2021 સુધીમાં કુલ 98,543 બહેનોનું એચ.આઈ.વી. પરિક્ષણ કરવામાં આવ્યું છે. એચ આઈ.વી. પોઝેટીવ મહિલાઓની પ્રસ્તુતિમાં માતા બાળકની જોડીને નૈવીરાપીન નામની દવા આપવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના આ શહેરમાં વેક્સિન લો અને જીતો 'આઇફોન', મનપા લાવ્યું નવી સ્કીમ