Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કચ્છમાં ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે 5 મજૂરોના થયા મોત

કચ્છમાં ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે 5 મજૂરોના થયા મોત
, બુધવાર, 16 ઑક્ટોબર 2024 (15:35 IST)
બુધવારે વહેલી સવારે કચ્છ જિલ્લાની એક એગ્રોટેક કંપનીમાં કાદવની ટાંકીઓ સાફ કરતી વખતે 30 વર્ષની વયના પાંચ કામદારોના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા હતા. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે આ ઘટના સવારે લગભગ 1 વાગ્યે બની હતી જ્યારે કામદારો કંપનીના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈ કરી રહ્યા હતા.
 
બાગમારે કહ્યું, "જ્યારે એક મજૂર માટી કાઢવા માટે ટાંકીમાં ગયો, ત્યારે તે બેભાન થઈ ગયો. બે અન્ય કામદારો તેને બચાવવા માટે ટાંકીની અંદર ગયા, પરંતુ તેઓ પણ બેભાન થઈ ગયા. બે વધુ કામદારો પણ તેની પાછળ ગયા અને પાંચેય લોકો મૃત્યુ પામ્યા. " તેમણે કહ્યું કે કંડલા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
 
કંડલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ખાદ્ય તેલ અને બાયોડીઝલના ઉત્પાદન સાથે સંકળાયેલી કંપની 'ઈમામી એગ્રોટેક'માં આ અકસ્માત થયો હતો. પોલીસે પીડિતોની ઓળખ સિદ્ધાર્થ તિવારી, અઝમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકુર તરીકે કરી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Cooking Oil Price: આ દિવાળીએ ખૂબ ફરસાણ બનાવો. તહેવારોની મોસમમાં તેલના ભાવમાં ભારે ઘટાડો, જુઓ નવા ભાવ